સુરતમાં BJP નેતા અલ્પેશ કથીરિયા ફરીથી વિવાદમાં
પતંગ ખરીદવા મામલે ગ્રાહક સહિત ત્રણ લોકોને માર મારવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
સુરતમાં ભાજપ નેતા અલ્પેશ કથીરિયા ફરીથી વિવાદમાં ફસાયા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કથીરિયા સહિત ત્રણ સામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે. કિરણ ચોક પાસે પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં પતંગ ખરીદવા આવેલાં ગ્રાહક સહિત ત્રણ લોકોને માર માર્યાનો આક્ષેપ છે. જેમાં અલ્પેશ કથીરીયાના ભાઈ સાથે ચંદ્રેશ ભાલિયાની પતંગના ભાવને લઈ માથાકૂટ થઈ હતી.
અલ્પેશ કથિરીયા સહિત ત્રણ લોકોએ ચંદ્રેશ અને તેના બે મિત્રોને માર માર્યોનો આક્ષેપ છે. ફરિયાદના આધારે પોલીસે અલ્પેશ કથીરીયા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. સરથાણા વિસ્તારમાં પતંગની ખરીદી દરમિયાન થયેલી માથાકૂટમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા વિવાદમાં આવ્યા છે.
ગ્રાહકો સાથે મારામારી કરવા બદલ અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી. પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે મામલો બિચક્યો હતો.
બાદમાં અલ્પેશ કથીરિયાએ પોતાના ભાઈનો પક્ષ લઈને ગ્રાહકો સાથે ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. પીડિત ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રોએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગ કરી હતી. પોલીસે અલ્પેશ કથીરિયા સહિત ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સરથાણા પોલીસે દુકાન તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવીને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!