ભાવનગરના ENT સર્જન ડૉ. રાજેશ રંગલાણીનો આપઘાત
પોતાના ખાનગી ક્લિનિકમાં જાતે જ ઈન્જેક્શન લઈને ડૉ. રાજેશે આત્મહત્યા કરી

ENT સર્જન ડૉ. રાજેશ રંગલાણી

ENT સર્જન ડૉ. રાજેશ રંગલાણી
ભાવનગર શહેરના નામાંકિત ENT સર્જન ડૉ. રાજેશ રંગલાણી એ પોતાના ખાનગી ક્લિનિકમાં આપઘાત કરી લેતા તબીબી જગતમાં અને શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. વાઘાવાડી રોડ પર આવેલા માધવ બાગમાં રહેતા અને કાળાનાળા વિસ્તારમાં સૂર્યદીપ કોમ્પલેક્ષમાં કાન-નાક-ગળાની ખાનગી ક્લિનિક ધરાવતા ડૉ. રાજેશ રંગલાણી એ ગતરોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે જ કોઈ ઈન્જેક્શન લઈને આત્મહત્યા કરી લીધી હતી.
આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી
આ કરુણ બનાવની જાણ થતાં જ તબીબના પરિવારજનો, અન્ય ડૉક્ટરો અને મિત્રવર્તુળના લોકો તાત્કાલિક ક્લિનિક પર દોડી આવ્યા હતા. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાં નિલમબાગ ડિવિઝન પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તબીબના મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે સર ટી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે મૃતક તબીબના પરિજનોના નિવેદનો નોંધીને મોતનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી મચ્યો હડકંપ
પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી
ડૉ. રાજેશ રંગલાણીના પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ આપઘાત બાદ સિંધુનગર મોક્ષમંદિરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહેરના તબીબી વર્ગ તેમજ તેમના પરિચિતોમાં આ ઘટનાએ ઘેરા શોકની લાગણી ફેલાવી છે અને તેમના આત્મહત્યાના રહસ્યમય કારણ અંગે અટકળો ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!