મફતમાં રાઈડમાં બેસવા માટે કરી એવી હરકત કે મામલો પહોંચી ગયો પોલીસ સુધી!
લોકમેળામાં મોજ કરવા આવ્યા હતા, પણ એક વાતે આખો ખેલ બગડી ગયો!

લોકમેળામાં રાઈડની ટિકિટ મુદ્દે બબાલ

લોકમેળામાં રાઈડની ટિકિટ મુદ્દે બબાલ
Bhavnagarના લોકમેળામાં રાઈડની ટિકિટને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. મફતમાં રાઈડમાં બેસવા દેવાની ના પાડતાં કેટલાક યુવકોએ ટિકિટ કર્મચારી સાથે બોલાચાલી કરી તેને લાફા માર્યા હતા. ત્યારબાદ એક યુવકે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં મિક્સર રાઈડ પર કુંભારવાડા વિસ્તારના રહેવાસી તોશીફભાઈ રાકભાઈ જુનેજા ટિકિટ વેચવાનું કામ કરતા હતા.
દરમિયાન મોટળાવ વિસ્તારના આદિલ ઉર્ફે તપેલી કૃપા બાબુભાઈ મલેક અને અક્ષયસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ મિક્સર રાઈડ પાસે આવ્યા હતા. રાઈડમાં બેસવા માટે ટિકિટ માગવામાં આવતાં આદિલે ટિકિટ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને કથિત રીતે ટિકિટ વગર રાઈડમાં બેસી ગયો હતો.
એક રાઈડ પૂર્ણ થયા બાદ બંને યુવકોએ ફરીથી મફતમાં રાઈડમાં બેસવાની માગણી કરી હતી. જોકે, ટિકિટ કર્મચારી તોશીફભાઈએ ટિકિટ વગર ફરીથી રાઈડમાં બેસવા દેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
ટિકિટ વગર રાઈડમાં બેસવા દેવાની ના પાડતાં બંને યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. બંનેએ તોશીફભાઈ સાથે બોલાચાલી કરી તેમને લાફા માર્યા હોવાનો આક્ષેપ છે.
છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી
બોલાચાલી દરમિયાન મામલો વધુ ગંભીર બન્યો હતો. ફરિયાદ મુજબ, આદિલે છરી કાઢીને તોશીફભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે રાઈડ સ્થળ પર ભારે અફરાતફરી મચી હતી.
આ દરમિયાન અક્ષયસિંહના સાથીઓ રવિરાજસિંહ, નરેશ સહિત અન્ય કેટલાક શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ટોળાએ રાઈડની આસપાસ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે.
રાઈડની લાઈટો અને અન્ય સાધનોમાં તોડફોડ
આ તોડફોડમાં રાઈડની ટ્યુબલાઈટ, ડિસ્પ્લે લાઈટ અને અન્ય લાઈટિંગ સાધનોને નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાના કારણે રાઈડ સંચાલકને આશરે રૂ.50,000નું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં તોશીફભાઈએ રાઈડના માલિક આશીષભાઈને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. વધુ નુકસાન ન થાય તે માટે રાઈડનો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઘોઘા રોડ પોલીસે તપાસ શરૂ કરી
બનાવની જાણ થતાં ઘોઘા રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી તપાસ શરૂ કરી હતી.
તોશીફભાઈની ફરિયાદના આધારે આદિલ ઉર્ફે તપેલી કૃપા બાબુભાઈ મલેક, અક્ષયસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, રવિરાજસિંહ, નરેશ સહિતના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગરના લોકમેળામાં મફતમાં રાઈડમાં બેસવા મુદ્દે શરૂ થયેલી બોલાચાલી લાફા, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી અને રાઈડમાં તોડફોડ સુધી પહોંચી જતાં ચકચાર મચી ગઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!