ભાવનગર :ACF શૈલેષ ખાંભલા કોર્ટમાં રજૂ
નાર્કોટેસ્ટનો ઇનકાર કરી રડ્યા, પોલીસ પર એન્કાઉન્ટરના ગંભીર આક્ષેપો

ACF શૈલેષ ખાંભલા કોર્ટમાં રજૂ

ACF શૈલેષ ખાંભલા કોર્ટમાં રજૂ
વન વિભાગના અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલા (૩૯), જે પોતાની પત્ની નયનાબેન (૪૨), પુત્રી પૃથ્વી (૧૩) અને પુત્ર ભવ્ય (૯)ની હત્યા કરીને લાશો દબાવી દીધાના આરોપી છે, તેમને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નાર્કોટેસ્ટ માટે મળેલા સમયસીમાને પૂરા થયા બાદ આ રજૂઆત કરાઈ હતી. આરોપીએ નાર્કોટેસ્ટનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને જજ સમક્ષ ભાવુક થઈને રડતા-રડતા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા કે તેઓ તેમનું એન્કાઉન્ટર કરી નાખશે. વધુમાં, તેણે જીવનનો અંત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી, જેના કારણે કોર્ટમાં તણાવનું વાતાવરણ થયું અને તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા.
૫ નવેમ્બર ૨૦૨૫ની મધરાત પછી ભાવનગરના તળાજા રોડ પર આવેલા ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટર્સમાં શૈલેષ ખાંભલાએ તકિયા વડે પરિવારના તમામ સભ્યોને મારી નાખ્યાનો આરોપ છે. ત્યારબાદ તેમણે લાશોને ક્વાર્ટર્સથી માત્ર ૨૦ ફૂટ દૂર ખોદેલા ખાડામાં દબાવી દીધી અને પોલીસમાં "મિસિંગ"ની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આરોપીના ફોનમાંથી મળેલા ડ્રાફ્ટ મેસેજ અને અન્ય પુરાવાઓના આધારે તેમને ૧૬ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આક્ષેપોની તપાસ કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી કોઈ અનિયમિતતા મળી નથી.
કોર્ટમાં રજૂઆત દરમિયાન શૈલેષ ખાંભલાએ એક તરફ એન્કાઉન્ટરનો ડર વ્યક્ત કર્યો, તો બીજી તરફ મરવાની ઇચ્છા પણ કરી, જેનાથી બધા આચર્યચકિત થઈ ગયા. કોર્ટની બહાર મીડિયા સમક્ષ તેણે આક્ષેપો પર કોઈ ટિપ્પણી કર્યા વિના મૌન ધારણ કર્યું. આ ઘટનાએ ભાવનગર અને સુરતમાં ભારે ભાવનાત્મક પ્રતિક્રિયા જગાડી છે. સુરતમાં રબારી સમુદાયે મોટલી કેન્ડલ માર્ચ કાઢીને આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, શૈલેષ અને નયનાબેન વચ્ચે ઘરગથ્થુ વિવાદો ચાલતા હતા. પત્ની ભાવનગરમાં રહેવા માંગતી હતી, જ્યારે આરોપી તેમને સુરતના સાસરિયામાં રહેવા મજબૂર કરતો હતો. ૨૦૨૨થી આરોપી વન વિભાગની એક સાથીયારા સાથે લગ્નેતર સંબંધમાં હતો અને તેમની સાથે ભાગી જવા પાસપોર્ટ તૈયાર કરાવવાની યોજના પણ કરી હતી, જેને કારણે તેણે પરિવારને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં પોલીસે નાર્કોટેસ્ટની મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેનો વિરોધ કર્યો.
આ ચકચારી ત્રિપલ હત્યા કેસમાં કડક સજાની માંગ વધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!