ભચાઉ હત્યાકાંડ: પ્રેમલગ્નની અદાવતમાં યુવકની હત્યા
કચ્છના હિંમતપુરામાં અંગત અદાવતમાં બોલેરો નીચે કચડીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો

ભચાઉ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

ભચાઉ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં તાજેતરમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મ જગાવી છે. હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય બે આરોપીઓને દબોચી લીધા છે. તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે ઘટનાસ્થળે આરોપીઓની હાજરીમાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું :
શરૂઆતમાં આ ઘટના એક સામાન્ય માર્ગ અકસ્માત જેવી જણાતી હતી, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી જ્યારે હિંમતપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપી મેહુલ લાખાભાઈ કોલી અને તેના મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિએ પોતાની સફેદ રંગની બોલેરો કેમ્પર ગાડી વિનોદ પર ચડાવી દીધી હતી. આ હુમલો એટલો ભયાનક હતો કે વિનોદને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
હત્યા પાછળનું કારણ: પ્રેમલગ્ન અને કૌટુંબિક વેર
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હતી. મૃતક વિનોદે આરોપી મેહુલની બહેન શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જ્યારે શિલ્પા સગીર હતી ત્યારે વિનોદ તેને લઈ ગયો હતો, જે મામલે ૨૦૨૨માં અપહરણનો ગુનો પણ નોંધાયો હતો. જોકે, પુખ્ત વયની થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. પોતાની બહેન સાથેના આ લગ્નથી મેહુલ ખૂબ જ નારાજ હતો અને તેને લાગતું હતું કે વિનોદના કારણે તેના પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ અગાઉ પણ બંને પક્ષો વચ્ચે નાની-મોટી બાબતે અનેકવાર ઝઘડા થયા હતા. અંતે વેરનો બદલો લેવા મેહુલે પોતાના મિત્રની મદદથી વિનોદને રસ્તા વચ્ચે જ ખતમ કરી નાખ્યો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને રિકન્સ્ટ્રક્શન :
ભચાઉ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મેહુલ કોલી અને હર્ષદ પ્રજાપતિની ધરપકડ કરી છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે, પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રક્રિયાથી પોલીસને હત્યાના ક્રમ અને વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવામાં મોટી મદદ મળી છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!