ATSએ પંજાબના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપ્યો
હેરોઈન અને ગ્રેનેડ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમતઅલી અમદાવાદના રખિયાલથી ઝડપાયો

ગુજરાત ATS અમદાવાદ રખિયાલ ધરપકડ

ગુજરાત ATS અમદાવાદ રખિયાલ ધરપકડ
ગુજરાત એટીએસ (ATS) દ્વારા દેશભરમાં કાર્યરત નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલિંગ નેટવર્ક પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમિયાન એટીએસને એક મોટી સફળતા મળી છે. પંજાબના અમૃતસરમાં નોંધાયેલા કરોડોના હેરોઈન અને જીવલેણ ગ્રેનેડ-પિસ્તોલ સ્મગલિંગ કેસના મુખ્ય વોન્ટેડ આરોપી રહેમતઅલી શેખને અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે.
ગુપ્ત બાતમી અને સફળ સર્ચ ઓપરેશન :
એટીએસના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, અમૃતસરના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મુખ્ય આરોપી રહેમતઅલી ઇલયાસ મહમદ શેખ ધરપકડ ટાળવા માટે પંજાબથી નેપાળ ભાગી ગયો હતો. ત્યાંથી તે બિહાર થઈને હાલ ગુજરાતમાં આવી છુપાયો છે. આ ઇનપુટ મળતા જ પોલીસ અધીક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી રખિયાલ વિસ્તારના એક એમ્બ્રોઈડરીના કારખાનામાં મજૂર તરીકે ઓળખ છુપાવીને કામ કરી રહ્યો છે.
પાકિસ્તાન બોર્ડરથી હથિયારો ઘુસાડવામાં હતી મુખ્ય ભૂમિકા :
ધરપકડ બાદ રહેમતઅલીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આરોપી એક મોટા ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ અને આતંકી સામગ્રીના સ્મગલિંગ નેટવર્કનો સક્રિય ભાગ છે. તેણે જાન્યુઆરી માસમાં પાકિસ્તાન બોર્ડર પરથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલના કન્સાઇનમેન્ટ ભારતમાં ઘુસાડ્યા હતા અને પંજાબમાં અન્ય સાગરીતોને સોંપ્યા હતા.
આ કેસમાં પંજાબ પોલીસે અગાઉ ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી:
૪૨.૯ કિલોગ્રામ હેરોઈન
૪ હેન્ડ ગ્રેનેડ
૧ સ્ટાર માર્ક પિસ્તોલ
૪૬ જીવંત કારતૂસ જપ્ત કર્યા હતા
પંજાબ પોલીસને સોંપવાની તજવીજ :
આરોપી રહેમતઅલી વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૨૧ અને ૨૫ તેમજ એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ ૩, ૪ અને ૫ હેઠળ ગુનો નોંધાયેલ છે. ગુજરાત એટીએસ દ્વારા આ સફળ કામગીરી અંગે પંજાબ પોલીસને જાણ કરી દેવામાં આવી છે. હાલ આરોપીનો કબજો પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આતંકી ગતિવિધિઓ કે ડ્રગ્સ નેટવર્ક પગપેસારો ન કરે તે માટે એટીએસ દ્વારા સતત કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!