એરપોર્ટ પાસે ATF ફ્યુલ ચોરીનું રેકેટ પકડાયું
મેઘાણીનગરમાં ટેન્કરમાંથી ઇંધણ ચોરતી ગેંગનો પર્દાફાશ, પોલીસે 780 લિટર જથ્થા સાથે 3ની ધરપકડ

એરપોર્ટ ATF ચોરી

એરપોર્ટ ATF ચોરી
બાતમીના આધારે એરપોર્ટ નજીક દરોડા અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલા કાર્ગો ડેપો પાસે એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. એરક્રાફ્ટમાં વપરાતા કિંમતી ઇંધણની ચોરી થતી હોવાની સચોટ બાતમી મળતા જ LCBની ટીમે મેઘાણીનગર પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કાર્ગો ડેપો પાછળના ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને ચોરીના આ નેટવર્કને ખુલ્લું પાડ્યું છે.
ટેન્કરમાં પંચર પાડીને કરતા હતા ચોરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ચોરીમાં સામેલ આરોપીઓ અત્યંત જોખમી રીતે કામ કરતા હતા. ગાંધીનગરના રહેવાસી ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત કાર્ગો ડેપોની બહાર વેટિંગમાં ઉભેલા ATF ભરેલા ટેન્કરમાં પંચર પાડીને ફ્યુલ કાઢી લેતા હતા. આ ગુનામાં ટેન્કર ચાલક મનદીપસિંહ સિંધુની પણ સીધી સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી 780 લિટર ચોરાયેલું ફ્યુલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી છે.
છૂટક બજારમાં વેચાણ અને તપાસનો ધમધમાટ પકડાયેલા આરોપીઓ મેઘાણીનગર વિસ્તારમાં વેપાર સાથે જોડાયેલા છે. તેઓ આ ચોરીનું ઇંધણ સ્થાનિક બજારમાં છૂટકમાં વેચી દેતા હતા. મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે આ રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું અને તેમાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે. હાલમાં એરપોર્ટના અન્ય સ્ટાફની કોઈ ભૂમિકા સામે આવી નથી, પરંતુ પોલીસ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!