BZ ગૃપની અન્ય પોન્ઝી સ્કીમે રોકાણકારોને રોવડાવ્યા!
સાબરકાંઠાની એ.આર. કન્સલ્ટન્સીએ ઉંચા વળતરની લાલચ આપી ₹3.42 કરોડ ડૂબાડ્યાં

ડિસેમ્બર-2024થી સંચાલકો ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તપાસ હાથ ધરી

ડિસેમ્બર-2024થી સંચાલકો ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તપાસ હાથ ધરી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બીઝેડ પોન્ઝી સ્કીમના કૌભાંડની તપાસ ચાલુ છે. તેવામાં N.A.R કન્સલ્ટન્સી અને N.A.R કેપિટલ નામની પોન્ઝી સ્કીમે રોકાણકારોને રોવડાવ્યા છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 રોકાણકારોએ રૂપિયા 3.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સાબરકાંઠા પોલીસે કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગૃપની મુખ્ય કંપની એન.એ.આર.કન્સલ્ટન્સી, એન.એ.આર. કેપીટલ કંપની અને તેની સબસિડરી કંપનીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 રોકાણકારોએ 3,42,82,000 ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરના અમરપુરા ખાતે રહેતા અમૃતસિંહ સુખસિંહ મકવાણા અને સુરજસિંહ સુખસિંહ મકવાણાએ એન.એ.આર. કન્સલ્ટન્સી અને એન.એ.આર. કેપીટલ કંપનીમાં માસિક 5 થી 7 ટકા જેટલું ઊંચું વ્યાજ આપવાની લાલચમાં રોકાણ કર્યું હતું. કંપનીના સંચાલકોએ અમૃતસિંહને 9,50,000 અને સુરજસિંહને 8,80,000 ની રકમ પરત આપી ન હતી. આ સિવાય અન્ય 9 રોકાણકારોની મોટી રકમ ફસાઈ છે.
હિંમતનગર બી ડિવિઝન પોલીસે કંપનીના સંચાલકો એ.આર. કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર અંકુરસિંહ દિલીપસિંહ ડાભી, તેમના પત્ની મંજુલાબહેન દિલીપસિંહ ડાભી (બંને રહે. પુંદરા, તા.તલોદ), કંપનીના અન્ય સંચાલકો ભગીરથસિંહ ઉમરજી રાઠોડ (રહે. તખતપુરા, તા.તલોદ) અને કેતનભાઈ (રહે. અમદાવાદ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી અમૃતસિંહ મકવાણાએ જણાવ્યું કે, કંપનીના સંચાલકોએ માસિક 5 થી 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી. વ્યાજની લાલચમાં રોકાણકારોએ મોટી રકમ રોકી હતી. કંપનીએ વ્યાજ આપવાનું બંધ કરી દીધું અને મુદત પૂરી થતાં મુદ્દલ રકમ પણ પરત કરી નથી. સાબરકાંઠા અને અરવલ્લીના 11 રોકાણકારોના 3,42,82,000 ફસાયા છે.
આકર્ષક વ્યાજ દરની લાલચ આપી રોકાણકારોને છેતરવાના કૌભાંડમાં બીઝેડ ગૃપની એન.એ.આર. કન્સલ્ટન્સી અને એન.એ.આર. કેપીટલ કંપનીએ પોન્ઝી સ્કીમની જેમ માર્કેટિંગ કર્યું હતું. આ સ્કીમમાં રોકાણકારોને માસિક 5 થી 7 ટકા જેટલો વ્યાજ દર આપવાની લાલચ આપી હતી. રોકાણકારોએ ઊંચા વ્યાજ દરની લાલચ આપીને કંપનીએ રોકાણકારોને આકર્ષિત કર્યા હતા. બાદમાં કંપનીએ નિયમિતપણે વ્યાજ અને મુદ્દલ રકમ પરત કરવાનું બંધ કરી દીધું હતું.
બીઝેડ ગૃપની કંપનીના સંચાલકોએ રોકાણકારો સાથે ઠગાઈ કરીને કંપનીના શટર પાડી દીધા છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે એન.એ.આર. કન્સલ્ટન્સી અને એન.એ.આર. કેપીટલ કંપનીના ત્રણ સંચાલકો સામે જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉંચા વળતરની લાલચે રોકાણકારો ફસાયા
હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવાઈ હતી. બીઝેડ કંપની સામે કાર્યવાહી બાદ એઆર કંપનીએ પૈસા ચૂકવવાનું બંધ કર્યું છે. મૂડી પર 3 થી 10 ટકા વ્યાજ વળતર આપવાની લાલચ આપી હતી, થોડા સમય સુધી વળતર ચૂકવી બંધ કરી દેવાયું હતું. બીઝેડ કૌભાંડ બાદ ડઝન જેટલી પોન્ઝી સ્કીમની ઓફિસો હિંમતનગરમાં ટપોટપ બંધ થઈ છે.
એઆર પોન્ઝી સ્કીમને લઈ સીઆઈડી ક્રાઈમ અને સ્થાનિક પોલીસ સામે રજૂઆતો થઈ હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે એઆર પોન્ઝી સ્કીમના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. અજય રજુસિંહ મકવાણા, રજુસિંહ મકવાણા અને વનરાજ દિલિપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ડિસેમ્બર-2024થી સંચાલકો ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીઝેડ કૌભાંડ સામે આવતા એઆર ગૃપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાબરકાંઠા અને અરવલ્લી સહિત અન્ય જિલ્લાના રોકાણકારો હોવાની આશંકા સેવાઈ રહી છે.
એઆર અને બીઝેડનું કનેકશન સામે આવ્યું
આરોપી અજય મકવાણા બીઝેડ ગૃપમાં જોડાયેલો હતો. બીઝેડ ગૃપમાં રહીને પોન્ઝી સ્કીમ ચલાવવામાં માહિર થયો હતો. બીઝેડ કૌભાંડ સમયે વિવાદમાં આવેલી ગ્રોમોર કોલેજમાં અજય મકવાણા પ્રોફેસર હતો. ગ્રોમોરમાં અભ્યાસ કરતા પુષ્પરાજસિંહને આરોપી અજય સાથે પરિચય થયો હતો.
ગુરુએ શિષ્યને જાળમાં ફસાવી લોકો પાસેથી લાખો રૂપિયા રોકાણ કરાવ્યા હતા. રોકાણકારોના પૈસા મેળવી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપી અજય મકવાણા બીટકોઈન અને યુએસડીટીમા્ બાય-સેલ કરતાં હોવાની વાતો કરી હતી. સાબરકાંઠા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરી તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા પોલીસની તપાસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે.
હિંમતનગરમાં બે ઓફિસ સીલ કરવામાં આવી
હિંમતનગર પોલીસે સહકારી જીન રોડ પર બે ઓફીસ સીલ કરી છે. ઓફીસમાંથી મહત્વના દસ્તાવેજો કબજે લેવામાં આવ્ચા છે. એઆર ગૃપ સામે કાર્યવાહી કરવા રજૂઆત થઈ હતી. રોકાણકારોએ ફરિયાદ નોંધાવવા માટે અઢળક રજૂઆતો કરવા છતાં કાર્યવાહી કરાતી નહોતી. હજુ પણ કેટલીક પોન્ઝી સ્કીમમાં નાણાં ફસાયા હોવાની રોકાણકારોએ રજૂઆતો કરી છે. બીઝેડના કૌભાંડ બાદ રજૂઆતો કરી હોવા છતાં કાર્યવાહીમાં ઢીલ રાખવામાં આવી હતી. હવે 10 મહિના બાદ પોલીસે કાર્યવાહી કરી છે.
આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમો બનાવાઈ
એઆર પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે એઆર ગૃપની ઓફિસમાં ચેકિંગ કરી આજુબાજુની ઓફિસ અને દુકાનોના વેપારીઓની પૂછપરછ કરી હતી. જ્યારે લેપટોપ અને કોમ્પ્યુટર સહિત મહત્વના ઉપકરણો જપ્ત કરી આરોપીઓને ઝડપવા કાર્યવાહી તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!