પુત્રવધુ અને વેવાઇના ત્રાસથી કંટાળી રાજકોટના વયસ્ક વ્યક્તિએ કર્યો આપઘાત
પુત્રવધુ જમીન હડપવા માંગતી હોવાનો આક્ષેપ

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
બુધવારે બપોરે 55 વર્ષીય વ્યક્તિને ગંભીર સ્થિતિમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોડી સાંજે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. મૃતક જેન્તિભાઇ કારેણાએ ઝેર ઘોળી આપઘાત કરી લીધો છે, તે તેમના પાછળ સ્યુસાઇડ નોટ મૂકી ગયાં છે, જેમાં તેમણે તેમના મૃત્યુ માટે પુત્રવધુ ભૂમિકા અને વેવાઇ પરબતભાઇને જવાબદાર ઠેરવ્યા છે.
જેન્તીભાઇ કારેણાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે, "આથી હું કારેણા જેન્તીભાઇ કાનજીભાઇ લખું છું કે મારા મોત માટે જવાબદાર વ્યક્તિ ભૂમીકા અને તેના પપ્પા પરબતભાઇ ખાસ જવાબદાર છે. તે મારા દિકરાની વહુ છે, તેને મારા દિકરાનું ઘર ચલાવવું નથી. અને એના ભાઈ સટ્ટાબજાર રૂપિયા હારી જતા, મારી અડધી જમીન તેના નામે કરી આપવા પ્રેશર કરે છે. તેથી કંટાળીને હું આ પગલું ભરુ છું. માટે મારા દીકરાને તેનાથી બચાવી લેજો., મારા દિકરા દિકરીઓ નું ખાસ ધ્યાન રાખજો. હિતને કોઇ દુઃખી ન કરતા, હિત મને મારા પ્રાણથી વધારે વ્હાલો છે અને સંદિપ તું કોઈ દિવસ હિંમત હારતો નહી. તારી મમ્મી અને હિતોનું ધ્યાન રાખજો. આ પહેલા પણ સંદિપ ભૂમિકાથી ત્રાસી ઘર છોડી જતો રહ્યો હતો., દિવ્યા અને શારદા તમે બંને સુખી રહેજો અને ભાઈ હિંમત આપજો... લી. જેન્તિલાલ કાનજી કારેણા... ગામ રાણા ખીરસરા"
રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સ્યુસાઇડ નોટના આધારે નિવેદન નોંધી જરૂર લાગે તો કલમનો ઉમેરો કરી જે તે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!