અમિત ખૂંટ આપઘાત કેસઃ રાજદીપસિંહના જામીન મંજૂર
ગોંડલ કોર્ટે જામીન મંજૂર કરતાં ત્રણ મહિના બાદ રાજદીપસિંહ રીબડા જેલમાંથી મુક્ત થશે

રાજદીપસિંહ જાડેજાની ફાઈલ તસવીર

રાજદીપસિંહ જાડેજાની ફાઈલ તસવીર
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રિબડાના ગોંડલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેથી ત્રણ મહિનાથી જેલવાસ ભોગવી રહેલા રાજદીપસિંહ જાડેજા બહાર આવશે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતાં રાજદીપસિંહ જાડેજાએ 10 નવેમ્બર, 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સમર્પણ કર્યુ હતું.
અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ 6 મહિના ફરાર થઈ ગયો હતો. 10 નવેમ્બર, 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યા બાદ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાજદીપસિંહને જૂનાગઢ જેલમાં મોકલી દેવાયો હતો.
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમયે તેને રીબડા ગામના અમિત દામજીભાઈ ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો. બંને અવાર નવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેણે ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો હતો. પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.
અમિત ખૂંટ આપઘાત મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ બે યુવતીઓ સાથે મળીને અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવીને બદનામ કરવાનું કાવતરું રચી દુષ્કર્મનો ખોટો કેસ કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
આ ચકચારી પ્રકરણમાં હનીટ્રેપ કેસની આરોપી સગીરાએ તેના વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવતા હતું કે, મૃતક અમિત ખૂંટ દ્વારા કેફી પીણું પીવડાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પછી મેં ફરિયાદ કરતા પોતે આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં કરેલાં હનીટ્રેપના આક્ષેપ ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા ખૂબ દબાણ કરીને મને 6 લોકો અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય