અમદાવાદ: આઇસક્રીમની આડમાં વિદેશી દારૂની હેરફેર
ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં આઇસક્રીમના કેરેટોની આડમાં છુપાવેલ વિદેશી દારૂ કરાયો જપ્ત

Ahmedabad: Trafficking of foreign liquor under the guise of ice cream cartons

Ahmedabad: Trafficking of foreign liquor under the guise of ice cream cartons
રાજસ્થાન રાજ્યમાંથી સફેદ કલરની બંધ બોડીની અશોક લેયલેન્ડ કંપનીની ટ્રકમાં આઇસક્રીમના ખાલી પ્લાસ્ટિક કેરેટોની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી. ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેરની ટીમે આને શોધી કાઢીને સફળતા મેળવી છે.શું છે સમગ્ર મામલો જાણીયે આ અહેવાલમાં.
તારીખ ૨૧ ફેબ્રુઆરીના સવારે 7 વાગ્યે આસપાસ અમદાવાદના એસ.પી. રિંગરોડ પર નાના ચિલોડા સર્કલ પાસે, ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ પર રાજસ્થાન રાજ્યમાંથી સફેદ કલરની બંધ બોડીની અશોક લેયલેન્ડ કંપનીની ટ્રકમાં દારૂનો ગેકાયદે જથ્થો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી દારૂ ભરેલી ₹ 1.24 લાખની કિંમતની સીલબંધ કાચની 145 નંગ બોટલો અને બિયરની ₹ 79 હજારની કિંમતની 360 નંગ ટીનો મળી આવી હતી. આ ઉપરાંત બંધ બોડીની ટ્રક જેની કિંમત ₹ 10 લાખ અને નંબર MH-04-MH-4965, મોબાઇલ ફોન અને રોકડ નાણા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ જપ્ત મત્તાની કિંમત ₹ 12.19 લાખની છે.
દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે: (૧) જવાનસિંહ ઉર્ફે નેનાસિંહ હુકમસિંહ રાવત (ઉંમર ૨૧), રહે. અશોક એવન્યુ કોમ્પલેક્ષ, પ્રથમ માળે આવેલ એમ્બ્રોડરીના કારખાનામાં, ચમક ચુનાની બાજુમાં, ઠક્કરનગર, કૃષ્ણનગર, અમદાવાદ શહેર (મૂળ વતન: ગામ લક્ષ્મીપુરા, તા. દેવગઢ, જિ. રાજસમંદ, રાજસ્થાન); (૨) કાનસિંહ વિજયસિંહ રાવત (ઉંમર ૩૦), રહે. ગામ પાલરા, જગડાઇ બાડીયા, તા. ભીમ, જિ. રાજસમંદ, રાજસ્થાન; (૩) પ્રેમકુમાર વિનોદકુમાર ભાંડ (ઉંમર ૨૨), રહે. ગામ સાંગાવાસ, તા. દેવગઢ, જિ. રાજસમંદ, રાજસ્થાન.આરોપીઓ વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ રાજસ્થાનથી દારૂની હેરફેર કરીને અમદાવાદમાં વેચાણ કરવાના હતા, પરંતુ ક્રાઇમબ્રાંચની ત્વરિત કાર્યવાહીથી આને અટકાવી દેવામાં આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલ વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!