અમદાવાદ : બાઈકમાંથી મળ્યું શંકાસ્પદ માંસ અને પશુધડ
ઠક્કરનગર બ્રિજ પાસે યુવતી અને બે મહિલાઓ ઝડપાઈ

સ્થાનિકોની શંકાથી ખુલ્યું કાંડ, પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ

સ્થાનિકોની શંકાથી ખુલ્યું કાંડ, પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ
અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગર બ્રિજ પાસે માંસ લઈને જઈ રહેલી એક યુવતી અને બે મહિલાઓને સ્થાનિક લોકોએ શંકાસ્પદ રીતે અટકાવ્યા હતા. તેઓ મોડીફાઇડ કરેલી બાઈક પર સવાર હતા અને તેમના પાસે રહેલી પ્લાસ્ટિકની કોથળીમાંથી દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિકોને શંકા જતા મહિલાઓને રોકી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ મહિલાઓ પાસે રહેલી કોથળીમાંથી શંકાસ્પદ માંસ અને પશુનું ધડ મળ્યું હતું.
ઘટનાસ્થળે ટોળું ભેગું થતા પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળે ACP ઝોન-5 આર.ડી. ઓઝા પણ હાજર રહ્યા હતા. મહિલાઓ તેમજ મળેલ માલસામાનને નિકોલ પોલીસ સ્ટેશન લઈ જવાયું છે. હવે આ મામલે આગળની કાર્યવાહી માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની તપાસ કરવામાં આવશે. પોલીસ દ્વારા વધુ પુછપરછ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અગાઉ પણ હિન્દૂ સંગઠનો દ્વારા આવા અનેક ગેરકાયદે માંસની હેરાફેરી કરતા શખ્સોને રોકવામાં આવ્યા છે પણ આ વખતે પોલીસના જણાવ્યા મુજબ મહિલાઓ ગેરકાયદે માંસની હેરાફેરી કરતા જોવા મળી છે. હવે મહિલાઓ દ્વારા માંસની હેરાફેરી કરવાની નવી કાર્યપદ્ધતિ જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.