5.50 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ
16 લોઓ પાસેથી 5.50 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી જાંગડાની પોલીસે ધરપકડ કરી

છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
અમદાવાદમાં 5.50 કરોડની છેતરપિંડીના એક ગંભીર કેસમાં રામોલ પોલીસે મુખ્ય આરોપી મહેશ જાંગડાની ધરપકડ કરી છે. મહેશ જાંગડા અને તેના ભાઈ તેમજ ભત્રીજાએ મળીને લલિત જૈન સહિત કુલ 16 પ્રતિષ્ઠિત લોકો સાથે આ અમદાવાદ છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ફરિયાદીઓને ઊંચું વળતર આપવાની લાલચ આપીને તેમની કન્સ્ટ્રક્શન કંપની અને અન્ય અલગ-અલગ પેઢીઓમાં રોકડ અને ઓનલાઈન માધ્યમથી મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણની રકમ કુલ 5.50 કરોડ જેટલી થાય છે. રોકાણ કરાવ્યા બાદ મુખ્ય આરોપી મહેશ જાંગડા ફરાર થઈ ગયો હતો.
મુખ્ય આરોપી મહેશની ધરપકડ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી મહેશ જાંગડા મેડિકલ સ્ટોર અને કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે, અને તે વર્ષોથી મેડિકલ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 16 ફરિયાદીઓની ફરિયાદને આધારે પોલીસે 15 ઓક્ટોબરના રોજ ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મુખ્ય આરોપી મહેશની ધરપકડ કરી હતી.
અન્ય 2 આરોપીઓ હજી ફરાર
PI બી. પી. સાવલિયા એ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછમાં મહેશે કબૂલ્યું છે કે રોકાણ કર્યા બાદ તેનું પોતાનું નુકસાન થયું હોવાથી તેણે આ છેતરપિંડી આચરી હતી. પોલીસે મહેશ જાંગડાની ધરપકડ કરી છે, પરંતુ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ, એટલે કે મહેશના ભાઈ અને ભત્રીજા, હજી પણ ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ છેતરપિંડીના કારણે અનેક રોકાણકારોને મોટું નુકસાન થયું છે અને પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!