અમદાવાદ: પહેલા બતાવ્યું જોર, પછી બન્યા મોર
દ્રશ્યએ સર્જ્યુ ફિલ્મનું દ્રશ્ય, પહેલા કાળી કારમાં આવ્યો તો, બીજા દિવસે પોલીસની ગાડીમાં

લુખ્ખાઓનો આતંક, પોલીસની કામગીરી

લુખ્ખાઓનો આતંક, પોલીસની કામગીરી
વિવેકાનંદનગર વિસ્તારમાં હાથીજણ પાસે આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં ભયનો માહોલ સર્જવાની કોશિશ કરનાર લુખ્ખા તત્વોને વિવેકાનંદ નગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો. શું છે સમગ્ર મામલો વિગતે જાણીએ...
ઘટના અંગે...
અમદાવાદમાં હાથીજણ ખાતે આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં 14 ફેબ્રુઆરીએ એક હિંસક ઘટના બની. ફ્લેટમાં રહેતા દેવેશ શુક્લ અને મિત્ર યોગેશ બપોરના સમયે ફ્લેટની બહાર તરફ ખુરશીમાં બેઠા હોય છે. ફલેટના અન્ય રહેવાસી 20 વર્ષીય દ્રશ્ય ગોસ્વામી કે જે પોતે કાર લે વેચનો ધંધો કરે છે તે સ્થળ પર ગાડી લઈને આવે છે. તે સમયે ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે દેવેશ અને દ્રશ્ય વચ્ચે બોલાચાલી થાય છે. અને અગાઉ પણ બંને વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે ઘણી વાર તકરાર થયી ચૂકેલ હોવાથી ગુસ્સામાં દ્રશ્ય ત્યાંથી જતો રહે છે.
કાળી ગાડીમાંથી ઉતર્યા...
થોડાજ સમયમાં દ્રશ્ય ખોખરા અને શહેરના અન્ય જગ્યાએ રહેતા પોતાના મિત્રોને ફોન કરીને બોલાવે છે અને કાળી વરના કારમાં અન્ય છ સાથી મિત્રોને સાથે લઈ ધર્મવાટિકા ફલેટની બહાર પહોંચે છે. દેવેશને માર મારી પોતાનો ગુસ્સો શાંત કરવાના અગાઉથી નક્કી કરેલ ઇરાદા સાથે દ્રશ્ય અને તેના મિત્રો ગાડી ફેલ્ટના ગેટ આગળ પાર્ક કરે છે અને, બહાર બેસેલા દેવેશ અને યોગેશને માર મારવાનું શરૂ કરી દે છે અને જાનથી મારવાની ધમકીઓ આપે છે.
CCTV માં જોતા દેખાય છે કે....
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે લુખ્ખાઓનું ટોળું ગાડીમાંથી ઊતરીને ખુરશીમાં બેસેલા બંને શખ્સોને માર મારવાનું શરૂ કરે છે અને પથ્થર વડે પડે બંને શખ્સો પર હુમલો કરવામાં આવે છે. વીડિયોમાં એક મહિલા પણ તરત વચ્ચે પડી લુખ્ખાઓને રોકવાનો પ્રયત્ન કરતી નજરે પડે છે. મારામારી અને તોડફોડ કર્યા બાદ સાતેય લુખ્ખાઓ પોતાની ગાડી મૂકી ફરાર થઈ જાય છે.
પોલીસની કામગીરી...
સમગ્ર મામલે વિવેકાનંદનગર પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે હાજર થાય અને આરોપીઓને પકડવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે છે. પોલીસે ગણતરીના કલાકોમાંજ સાતમાંથી છ આરોપીઓને પકડી પાડે છે અને તેમની વિરુદ્ધ BNSની કલમ મુજબ ગુનો નોંધી આગળ કામગીરી કરે છે. ઘટના બન્યાના 24 કલાકના સમયગાળામાં મુખ્ય આરોપી દ્રશ્ય સાથે અને પાંચ સાથી આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે.
લુખ્ખા તત્વો એક દિવસ જાહેરમાં દાદાગીરી કરી મારામારી કરે છે. તો બીજા દિવસે પોતે કરેલા કારનામા પોલીસના રી-કન્સ્ટ્રક્શનમાં નીચું મોઢું કરી વિગતે જણાવતા જોવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!