પતિએ મિત્રો સાથે મળી પત્નીના પ્રેમી પર કર્યો હુમલો
પતિ અને તેના સાથીદારોએ કરેલા હુમલાના કેસમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી

ત્રો સાથે મળી પ્રેમી પર કર્યો હુમલ

ત્રો સાથે મળી પ્રેમી પર કર્યો હુમલ
અમદાવાદ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે શહેરના 'એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. પોતાની પત્ની અન્ય યુવક સાથે રહેતી હોવાના મન દુઃખમાં પતિએ મિત્રો અને પિતા સાથે મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અમદાવાદમાં છરીથી હુમલો કરવાની ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા કિરણ ધીરજલાલ પરમાર નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી મિહિર સોલંકી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
મિહિરે અજય પર જીવલેણ હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, મિહિર સોલંકીની પત્ની અજય પઢિયાર નામના યુવક સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આ બાબતની જાણ મિહિરને થતા તેણે ભારે રોષ ભરાયો હતો અને અજયને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. અદાવત રાખીને મિહિર સોલંકી તેના મિત્રો અને પિતા સાથે અજય પઢિયારના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ મિહિરે અજય પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અમદાવાદમાં છરીથી હુમલો એટલો ગંભીર હતો કે ભોગ બનનાર યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવો પડ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ હુમલામાં મિહિરના પિતા બિપિનભાઈ સોલંકીની પણ ભૂમિકા હતી. ઇન્ચાર્જ ASP એચ. એમ. કણસાગરાના જણાવ્યા અનુસાર, જ્યારે મિહિર અજય પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તેના પિતા તેને ઉશ્કેરી રહ્યા હતા. પિતાએ મિહિરને કહ્યું હતું કે, "આજે તું એનું પૂરું કરીને જ આવજે." આ ઉશ્કેરણી બાદ જ આ ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
પિતા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પત્નીના બીજા યુવક સાથે રહેવાના કારણે ઉભી થયેલી પારિવારિક અદાવત આ ગુનાનું મુખ્ય કારણ બની છે. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે કિરણ પરમારની પૂછપરછમાં પોલીસને આ છરીથી હુમલો કરવા પાછળ કોણ કોણ સામેલ હતું તેની મહત્વની કડીઓ મળી છે. મિહિર બિપિનભાઈ સોલંકી અને તેના પિતા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરમાં થતા આવા હુમલાઓથી ભયનો માહોલ
શહેરમાં જાહેરમાં થતા આવા હુમલાઓથી ભયનો માહોલ સર્જાયો છે. આ કેસમાં પોલીસ હાલ CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુખ્ય આરોપી મિહિર સોલંકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે, ટૂંક સમયમાં તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. પ્રેમ પ્રકરણમાં થયેલો આ હુમલા મામલે પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!