અમદાવાદ: ₹1.54 કરોડનું ચાઈનીઝ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ
શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરતી ચાઈનીઝ ગેંગનો પર્દાફાશ; બેંક મેનેજરો પણ ઝડપાયા

અમદાવાદ સાયબર ક્રાઈમ ફ્રોડ

અમદાવાદ સાયબર ક્રાઈમ ફ્રોડ
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે એક આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ નાગરિકોને લૂંટતી આ ચાઈનીઝ ગેંગના નેટવર્કની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં માત્ર ઠગ ટોળકી જ નહીં, પરંતુ એક પ્રતિષ્ઠિત ખાનગી બેંકના મેનેજરો અને કર્મચારીઓ પણ કમિશનની લાલચમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.
કેવી રીતે શરુ થયું છેતરપિંડીનું આ જાળ ?
આ આખા કૌભાંડની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી. ઠગબાજોએ ફરિયાદીને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો, જેનું નામ '91 BARCLAYS-Stock Market Pioneer' રાખવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં શેરબજારના નિષ્ણાતો હોવાનો ડોળ કરી આઈપીઓ (IPO) અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ હતી, જેમાં તેમનો નફો વર્ચ્યુઅલી વધતો દેખાતો હતો. આ લાલચમાં આવીને ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ 1.54 કરોડ રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.
બેંક અધિકારીઓની કાળી કરતૂત :
પોલીસ તપાસમાં સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે ઇન્ડસન્ડ બેંકના કર્મચારીઓએ આ છેતરપિંડીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મહેશ તારાણી (એકાઉન્ટ મેનેજર, ગોતા બ્રાન્ચ): આ આરોપી ખાતાધારકની ગેરહાજરીમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી બદલી નાખતો હતો જેથી ચાઈનીઝ ગેંગ ખાતાનો કંટ્રોલ મેળવી શકે.
પુજા પરીયત (બ્રાન્ચ મેનેજર, ન્યૂ ચાંદખેડા): આ મહિલા મેનેજર આખા કાવતરાનું માર્ગદર્શન આપતી હતી. તેઓ ખાતાધારકની જાણ બહાર ફ્રોડના નાણાંની એફ.ડી. (Fixed Deposit) કરી દેતા હતા.
હિના દિવ્યમ દરજી (બેંક મેનેજર): આ આરોપી ફ્રોડના નાણાંથી જ્વેલર્સમાં જઈ સોનાની ખરીદી કરતી હતી, જેથી કાળા નાણાંને સોનામાં બદલીને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડી શકાય.
સુરત અને ભાવનગરમાંથી અન્ય આરોપીઓ ઝડપાયા :
કૌભાંડના તાર માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત અને ભાવનગર સુધી પણ ફેલાયેલા હતા. સુરતના હરેશ મકવાણાએ કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ગેંગને વાપરવા આપ્યું હતું, જ્યારે રાજુ મકવાણા નામના આરોપીએ નવા બોગસ બેંક ખાતા ખોલાવી નાણાકીય ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં મદદ કરી હતી.
ચાઈનીઝ સાયબર માફિયા સાથે કનેક્શન :
સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે દરોડા પાડીને કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના મુખ્ય સાગરીતો ચીનથી ઓપરેટ કરી રહ્યા હોવાના પુરાવા મળ્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા લોકોના ખાતાનો ઉપયોગ કર્યો છે અને અત્યાર સુધીમાં કેટલા કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!