અમદાવાદ: કાંકરિયા ગ્રાઉન્ડમાં યુવકની ઘાતકી હત્યા
ઉત્તરાયણની રાતે જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન કરવાના બહાને બોલાવી યુવકની હત્યા કરી

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ઉત્તરાયણની રાત્રે એક સનસનીખેજ હત્યાની ઘટના બની છે. જૂના ઝઘડાનું વેર રાખીને ચાર શખસોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી ૨૩ વર્ષીય ચિરાગ રાઠોડની ઘાતકી હત્યા કરી છે. આ બનાવને પગલે સમગ્ર મણિનગર અને કાગડાપીઠ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યો :
અમરાઈવાડીમાં રહેતા રાહુલ રાઠોડે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેના નાના ભાઈ ચિરાગને આરોપી મંથન ઉર્ફે રુત્વિક પરમારે સમાધાન કરવાના બહાને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યો હતો. ચિરાગ તેના મિત્રો સાથે ત્યાં પહોંચ્યો ત્યારે અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા મંથન, જયદિપ શાહ, હર્શીલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમારે તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
જીવલેણ હુમલો અને કરુણ મોત :
તકરાર વધતા આરોપીઓએ ચિરાગ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મુખ્ય આરોપી મંથને ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી વડે ચિરાગના પડખાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ચિરાગનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે હાજર રહેલા અન્ય મિત્રો પણ આ હિંસક દ્રશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
પોલીસ તપાસ શરૂ :
હત્યાની જાણ થતા જ મણિનગર અને કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને રાહુલ રાઠોડની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!