અમદાવાદ: નજર હટી, દુર્ઘટના ઘટી...
બાઈક પર સવાર બે અજાણ, સંમમોહન કરી શરીર પરના દાગીના ઉતારી ફરાર

હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવનાર આરોપીને પકડી પાડતી અમદાવાદ LCB ઝોન 7 ની ટીમ

હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવનાર આરોપીને પકડી પાડતી અમદાવાદ LCB ઝોન 7 ની ટીમ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક મહિલા સાથે વાતચીત દરમિયાન હિપ્નોટાઈઝ કરી ધોળા દિવસે મહિલાએ શરીર પર પહેરેલા સોનાના દાગીના ઉતારી બે બાઈક સવાર શખ્સો ફરાર થયા. સમગ્ર મામલે વેજલપુર પોલીસને જાણ થાય છે. અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-7 ની ટીમ આરોપીને ઝડપી પાડે છે. શું છે સમગ્ર મામલો વિગતે જાણીને અહેવાલમાં...
શું છે બનાવ?અમદાવાદ વેજલપુર વિસ્તારમાં 23 નવેમ્બર 2025 ના રોજ એક વૃદ્ધ મહિલા મંદિરે દર્શન કરવા જતા હોય છે. રસ્તે જતા બાઇક પર સવાર બે અજાણ્યા શખ્સો મહિલા પાસે આવીને સહજતાજી પૂછે છે 'ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે?' અને સાથે સાથે પોતે કાળકામાં અને ખોડિયાર માતાનો 'ભુવો' હોવાનું પણ જણાવે છે. દેવી દેવતાઓની વાતો સાંભળીને મહિલાને વિશ્વાસ બેસે છે અને બંને શખ્સો સાથે વાતોમાં ખોવાઈ જાય છે. બંને શખ્સોએ મહિલા પાસે એક રૂપિયાનો સિક્કો માંગે છે અને બદલામાં 100 રૂપિયા આપીને સંમોહિત કરે છે અને વાત વાતમાં અલગ અલગ વસ્તુઓ માંગતા માંગતા મહિલા પાસેથી હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ માંગે છે. સંમોહિત અવસ્થામાં મહિલા પોતાના હાથની સોનાની બંગડીઓ ઊતરીને બંને ઇસમોને આપે છે અને બંને ઇસમો બંગડી મેળવ્યા બાદ ફરાર થાય છે. મહિલાને થોડા સમય પછી ભાન આવતા તે પોતા સાથે બનેલ બનાવ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. સમગ્ર ઘટનાં CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
પોલીસની કામગીરી...
અમદાવાદ ઝોન-7ના લોકલ ક્રાઈમ બ્રાંચના બે અધિકારીઓને પેટ્રોલિંગ દરિમયાન બાતમી મળે છે. બાતમીને આધારે પોલીસ ધાર્મિક વાતોમાં ફસાવી, સંમોહિત કરી દાગીના પડાવનાર એક આરોપી સુનિલ ચૌહાણની ધરપકડ કરે છે અને ₹ 1.80 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરે છે જેમાં સોનાની બંગડીઓ અને એક મોટરસાયકલ શામેલ છે. આરોપીની પૂંછપરછ હાથ ધરવામાં આવે છે. ફરાર આરોપી પવન ચૌહણની શોધખોળ પણ શરુ છે.
આરોપી વિશે...પકડાયેલ આરોપી સુનિલ ચૌહાણ એ 21 વર્ષનો છે અને મદારીનગરના છાપરા પીપળજ અમદાવાદ ખાતે રહે છે. જ્યારે મૂળ એ દેહગામ, ગાંધીનગરનો વતની છે. ફરાર આરોપી પવન ચૌહાણ એ મૂળ પીપલજ ગામના મદારીનગરના છાપરા ખાતેનો રહેવાસી છે. સુનિલ પર અમરેલી, મહેસાણા, ગીર અને દહેગામ ખાતે અગાઉ પણ ગુના નોંધાયેલ છે.
સમગ્ર મામલે આરોપી વિશે વાત કરતા એલ.સી.બી. ઝોન-7 ના પોલીસ ઇસ્પેક્ટર વાય. પી. જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "આરોપી સુનિલ ચૌહાણ એ અગાઉ પણ લોકો સાથે દેવી દેવતાઓની ધાર્મિક વાતો કરી અને તેમને સંમોહિત કરી તેમના દાગીના અને પૈસા પડાવતો હતો, પોતે ભુવો હોવાનું પણ કહેતો અને લોકોનો વિશ્વાસ જીતી આવી છેતરપિંડી કરતો હતો. લોકોને ધાર્મિક વાતોમાં ફાળવનાર ઢોંગીઓ પાસેથી નાની ઉમરેજ સુનિલ સંમોહિત કરી ઠગ કરતા શીખ્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી છે, અન્ય સાથી આરોપીને પણ જલ્દી શોધી કાઢવામાં આવશે."
રસ્તે ચાલતા, ભર બપોરના સમયે ઘરના દરવાજે આવી જો કોઈ અજાણ્યો શખ્સ આવી દેશદુનિયાની કે ધાર્મિક વાતો કરતો હોય તો સાવચેત રહેવું, ધ્યાન ભટકાવી કે સંમોહિત કરી ક્યાંક આપણા હાથથીજ આપણી કિંમતી વસ્તુઓ ન લઇ જાય.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય