અમદાવાદ: નોકરીમાં કાઢી મુકતા બદલો લીધો, માલિકની બે સગીર પુત્રીને કરી અધમૂવી
માલિકના ઘરે તોડફોડ બાદ રૂ. 1.76 લાખની કરી લૂંટ

નોકરીમાં કાઢી મુકતા હુમલ

નોકરીમાં કાઢી મુકતા હુમલ
અમદાવાદના ઘોડાસરમાં આરોપી તુષાર કોષ્ટીએ નોકરીમાંથી કાઢી મુકતા માલિકના ઘરે રહેલી તેની બે માસુમ સગીર દીકરીઓના માથા ઉપર લોખંડની પાઇપના ફટકા મારીને ઘરમાંથી 1.76 લાખની ચોરી અને ATM કાર્ડ લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
કેસને વિગતે જોતા અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી ઉપર રાખ્યો હતો. તે ફરિયાદીના ઘરે જ રહેતો હતો. પરંતુ તેને દારૂ પીવાની લત પડતા તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપીએ બીજે નોકરી શોધી લીધી હતી. પરંતુ આરોપી ફરિયાદીના ઘરે સૂવા આવતો હતો.
ગઈકાલે સવારે ફરિયાદી પોતાની ડેરી પાર્લર ખાતે કામે ગયા હતા અને પોતાના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા 15 વર્ષીય દીકરાને કામ અર્થે ડેરીએ બોલાવ્યો હતો. જ્યારે બે સગીર દીકરીઓ 14 વર્ષની આસ્થા અને 12 વર્ષની સાક્ષી ઘરે હતા. આ દરમિયાન ડેરીએ ફરિયાદીના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો કે, તેમના બેંક એકાઉન્ટમાંથી ATM મારફતે 10 હજાર રૂપિયા ઉપડ્યા છે. જો કે, ફરિયાદીનું ATM કાર્ડ ઘરે હોવાથી તેમને શક જતા તેઓ ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચતા તેમની બંને દીકરીઓ લોહી લુહાણ હાલતમાં પડી હતી. જ્યારે બાજુમાં જ લોહીથીથી રંગાયેલો ધાતુનો પાઇપ પડ્યો હતો. ઘરનો સામાન વેર વિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી. બંને દીકરીઓની પૂછપરછ કરતા ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આરોપી તુષાર કોષ્ટી તેમના માથાના ભાગે પાઈપો મારીને તિજોરીમાંથી પૈસા અને ATM કાર્ડ લઈ ગયો હતો. ફરિયાદીએ તુરંત જ પોતાની બંને દીકરીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં આસ્થાના માથામાં હેમરેજ અને ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે નાની દીકરી સાક્ષીના કપાળમાં ફ્રેક્ચર માલુમ પડ્યું હતું.
હાલમાં આ મામલે વટવા પોલીસ મથકે આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટી સામે ઘોડાસરમાં રહેતા વેપારી અભી કુમાર સિધ્ધપરાએ IPC ની કલમ 311 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!