સુરત બાદ ગોધરામાં આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ
ગોધરા પાલિકાની ચૂંટણીમાં AAP ઉમેદવાર અજય વસંતાની સામે ₹50 લાખ હવાલાનો આરોપ

ગોધરાની આંગડિયા પેઢીમાં લાખોની હેરાફેરી કરનાર આરોપીઓની તસવીર

ગોધરાની આંગડિયા પેઢીમાં લાખોની હેરાફેરી કરનાર આરોપીઓની તસવીર
સુરત બાદ હવે પંચમહાલના ગોધરામાં પણ AAP ઉમેદવારનું હવાલા કૌભાંડ પકડાયું છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના AAPના ઉમેદવાર અજય વસંતાની સામે આંગડિયા હવાલા મારફતે રૂપિયા 50 લાખથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરીનો આરોપ લગવાયો છે. ગોધરા SOG ને મળેલી ખાનગી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે ગોધરા DYSP બી.એલ.દેસાઈએ જણાવ્યુ કે, ગોધરાની બે અલગ અલગ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ સુધીના વ્યવહાર થયા હોવાનું તપાસના ખુલવા પામ્યું છે. આ રકમ કોના મારફતે ક્યાંથી આવેલી અને ક્યા હેતુથી આપી છે તે બાબતની તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ AAP ઉમેદવાર અજય વસંતાની, કાર્યકર રમણ બારીયા અને દર્શિત સોનીએ છેલ્લા 15 દિવસમાં ગોધરાની પી.એમ. આંગડિયા અને વી. પટેલ આંગડિયા પેઢીમાં અંદાજે રૂપિયા 50 લાખથી વધુના હવાલા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને લોભ-લાલચ અને પ્રલોભન આપવા માટે કરવામાં આવ્યો છે.
આ નાણાકીય હેરાફેરીનું કનેક્શન અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અન્ય જિલ્લાના વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંગડિયા પેઢીઓના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે AAP ઉમેદવાર અજય વસંતાનીએ જણાવ્યું કે, તમામ આરોપો પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી સમયે તેમની છબી ખરડવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં કોઈ સત્યતા નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પંચમહાલમાં હવાલા રેકેટ ઝડપાતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સુરત બાદ ગોધરા એસઓજીએ લાખો રૂપિયાની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરો સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.
SOGની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ અને પ્રલોભન આપવા માટે આ રોકડ રકમ મંગાવવામાં આવી હતી. ગોધરાના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને પોલીસે આ આંગડિયા નેટવર્કનો ભાંડો ફોડ્યો છે.
પોલીસ તપાસમાં જે નામો બહાર આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા સક્રિય લોકોનો સમાવેશ થાય છે. અજય સોમાલાલ વસંતાણી ગોધરા નગરપાલિકા વોર્ડ નં. 11 ના AAP ના ઉમેદવાર, રમણભાઇ ગુલાબભાઇ બારીયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીએ 15 દિવસમાં પી.એમ.આંગડીયા અને વી.પટેલ આંગડીયા પેઢીમાં હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની હેરાફેરી કરી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો