રાજકોટની ‘ફિરોઝ’ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
342 ગુનાઓમાં સંડોવાયેલા ફિરોઝ ઉર્ફે ફીરીયો ગેંગના 20 સભ્યો સામે કાયદાનો ગાળીયો કસાયો

રાજકોટની ફિરોઝ ઉર્ફે ફીરીયો ગેંગના પકડાયેલાં 10 શખ્સોની તસવીર

રાજકોટની ફિરોઝ ઉર્ફે ફીરીયો ગેંગના પકડાયેલાં 10 શખ્સોની તસવીર
Major action against 'Feroze' gang in Rajkot: રાજકોટ શહેર પોલીસ દ્વારા સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો મેણુની ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJSITOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગેંગના 20 સભ્યો સામે કાર્યવાહી શરૂ કરી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કેટલાક આરોપીઓ અગાઉથી જેલમાં છે. બાકીના ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
342 ગુનાઓનો ચોંકાવનારો ખુલાસો
ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ફિરોઝ ઉર્ફે ફીરીયો સિન્ડિકેટ છેલ્લા અનેક વર્ષોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી ચલાવતી હતી.વર્ષ 2017થી 2026 દરમિયાન આ ગેંગે ખંડણી, હત્યાનો પ્રયાસ, જીવલેણ હુમલા, હથિયારો સાથેના ગુનાઓ અને વિદેશી દારૂની હેરાફેરી સહિત કુલ 342 ગુનાઓ આચર્યા હોવાનું પોલીસના રેકોર્ડમાં નોંધાયું છે.
#Rajkot
— Benefit News 24 (@BenefitNews24) July 3, 2026
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત ફિરોઝ ઉર્ફે ફિરીયા સંઘી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી
ગેંગના 20 આરોપીઓ સામે ગુનો નોંધાયો, જેમાંથી 10ની ધરપકડ થઈ અને 4 હજુ ફરાર
છેલ્લા એક વર્ષમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 9 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી
DCP જગદીશ બાંગરવાના… pic.twitter.com/UFXbnqoHIK
સૌરાષ્ટ્રથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું નેટવર્ક
તપાસમાં જાણવા મળ્યું છે કે, ગેંગનું નેટવર્ક રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, વલસાડ, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાઓ સુધી વિસ્તરેલું હતું. ગેંગ ગુજરાત બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાજ્યમાં ગેરકાયદેસર સપ્લાય કરતી હતી અને તેના આધારે કરોડો રૂપિયાનો ગેરકાયદે ધંધો ચલાવતી હતી.
ગેંગના મુખ્ય સૂત્રધાર અને ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા છે. હાલ ફિરોઝ અન્ય એક દારૂના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે અને GUJSITOC કેસમાં તેની પણ સત્તાવાર ધરપકડ કરવામાં આવશે.
આ કેસમાં અત્યાર સુધી ચંદ્રેશ ઉર્ફે કાણીયો ચૌહાણ, ધવલ ઉર્ફે શીવ વડનગરા, યશપાલસિંહ જાડેજા, મનોજ ઉર્ફે શિવો પોબારૂ, મોહસીન ઉર્ફે ચિંતો કુરેશી, જય ઉર્ફે જયસન સાવલીયા, મોહસીન મહંમદ બાયા, બકુલ નંદેસણીયા અને રાહુલ બોડા સહિત 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
આ ગેંગના પાંચ આરોપીઓ અગાઉથી જેલમાં છે. જેમાં ફિરોઝ ઉર્ફે ફિરીયો હાસમ મેણુ (રાજકોટ મધ્યસ્થ જેલ), ધવલ રસીક સાવલિયા અને ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂન કાલવા (ડીસા સબ જેલ), પ્રશાંત ઉર્ફે પાસો કિશોર પરમાર (વડોદરા મધ્યસ્થ જેલ) અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (નવસારી જિલ્લા જેલ)માં બંધ છે.
છેલ્લા છ મહિનામાં 9 ગેંગ સામે કાર્યવાહી
રાજકોટ પોલીસની સંગઠિત ગુનાખોરી વિરોધી ઝુંબેશ હેઠળ છ મહિનામાં કુલ 9 ગેંગ સામે GUJSITOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ કેસોમાં અત્યાર સુધી 111 આરોપીઓને કાયદાની જાળમાં લાવવામાં આવ્યા છે. જેમાં પેંડા ગેંગના 19, મુરઘા ગેંગના 21, બાટલી ગેંગના 10, શામજી મક્કા ગેંગના 12, અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગના 7, ઇભલો ગેંગના 7, રામદેવ ડાંગર ગેંગના 5, ફિરોજ ઉર્ફે મેણુ ગેંગના 20 અને ઓડિયો ગેંગના 10 શખ્સોનો સમાવેશ થાય છે.
ફરાર આરોપીઓની શોધખોળ અને મિલકતોની તપાસ
પોલીસે જણાવ્યું છે કે હજુ ફરાર રહેલા 6 આરોપીઓને ઝડપી લેવા માટે વિશેષ ટીમો કામ કરી રહી છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓથી કમાયેલી સ્થાવર અને જંગમ મિલકતોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો ગુનાહિત આવકથી સંપત્તિ મેળવ્યાના પુરાવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરીને તેને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!