DU કોલેજ પાસે યુવતી પર એસિડ હુમલો, સ્ટૉકર ફરાર
"હું ચીસો પાડતી રહી, કોઈ રોકાયું નહીં," પીડિતાનું દર્દ, લોકો જોતા રહ્યા, આરોપી કોણ?

DU કોલેજ પાસે યુવતી પર એસિડ હુમલો

DU કોલેજ પાસે યુવતી પર એસિડ હુમલો
દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં લક્ષ્મીબાઈ કૉલેજ નજીક દિલ્હી યુનિવર્સિટી (DU)ની એક વિદ્યાર્થિની પર સરેઆમ એસિડ હુમલો થયો છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ યુવતી જ્યારે કૉલેજના વધારાના વર્ગ માટે જઈ રહી હતી, ત્યારે તેનો પીછો કરનારા એક યુવક અને તેના બે મિત્રોએ મોટરસાઇકલ પર આવીને તેના પર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યું હતું.
પીડિતાએ ચહેરો બચાવ્યો, હાથ ગંભીર રીતે દાઝ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ આઘાતજનક ઘટના બની હતી. મુકુંદપુરનો રહેવાસી જીતેન્દ્ર નામનો યુવક, જે કથિત રીતે વિદ્યાર્થીનીનો પીછો કરતો હતો, તેના મિત્રો ઇશાન અને અરમાન સાથે આવ્યો હતો. ઇશાને અરમાનને બોટલ આપી, જેણે યુવતી પર એસિડ ફેંક્યું. પીડિતાએ સમયસૂચકતા વાપરીને પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ પ્રયાસમાં તેના બંને હાથ ગંભીર રીતે દાઝી ગયા છે.
પીડિતાએ હોસ્પિટલમાં પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું, "હું અસહ્ય પીડામાં ચીસો પાડતી રહી, પણ કોઈ વાહન રોકાયું નહીં કે કોઈ મદદ કરવા આગળ આવ્યું નહીં." આસપાસના થોડા લોકો હુમલા પછી તેની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ યુવતી આરએમએલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સ્ટોકર અને તેના સાથીઓ ફરાર, પોલીસની રેડ
પોલીસે પીડિતાના નિવેદનના આધારે ત્રણ આરોપીઓ - જીતેન્દ્ર, ઇશાન અને અરમાન વિરુદ્ધ કેસ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતીએ જણાવ્યું હતું કે જીતેન્દ્ર છેલ્લા ઘણા સમયથી તેનો પીછો કરતો હતો અને લગભગ એક મહિના પહેલા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા છે.
દિલ્હી પોલીસે આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવીને તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. એફએસએલ (FSL)ની ટીમ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી છે. આ ગંભીર ગુનાએ ફરી એકવાર રાજધાનીમાં મહિલાઓની સુરક્ષાની પોકળ વાતોને ખુલ્લી પાડી છે અને સખત સજાની માંગણી ઉઠી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!