એક તરફી પ્રમેમાં યુવકે પેટ્રોલ છાંટી કરી આત્મહત્યા
પજવણી કરનાર યુવકે રિસેપ્શનિસ્ટ સાથેની બોલાચાલી બાદ લગાવી ખુદને આગ, હોસ્પિટલમાં અફરાતફરી

યુવતી સાથે બોલાચાલી બાદ યુવાને ખુદને લગાવી આગ

યુવતી સાથે બોલાચાલી બાદ યુવાને ખુદને લગાવી આગ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સવારે એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના બની હતી, જેમાં એક યુવકે હોસ્પિટલમાં જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આત્મદાહનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે અલ-નૂર હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો જેનું વહેલી સવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક છેલ્લા છ મહિનાથી સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 28 વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખની કથિત રીતે સતત પજવણી કરી રહ્યો હતો.
બોલાચાલી બાદ યુવકે અચાનક પેટ્રોલ છાંટ્યુંગુરુવારે લગભગ 8:30 વાગ્યે, કામરાન અલ-નૂર હોસ્પિટલ પહોંચ્યો હતો અને ત્યાં ડ્યુટી પર હાજર સલેહા સાથે કોઈ મુદ્દે દલીલ કરવાનું શરૂ કર્યું હતું. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, કામરાને અચાનક પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢી. તેણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી પોતાની જાતને આગ લગાવી દીધી.
આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમતેમ દોડવા લાગ્યો અને તેણે હોસ્પિટલની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું. સળગતી હાલતમાં તે બિલ્ડિંગની બહાર દોડી ગયો, પહેલા માળેથી નીચે કૂદી પડ્યો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસીને ત્યાં પણ તોડફોડ કરી.
ગંભીર હાલતમાં સારવાર હેઠળ, યુવતી આઘાતમાંઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર બાદ મોત નિપજ્યું.
બીજી તરફ, પજવણી અને આત્મદાહના આ ભયાવહ દ્રશ્યથી સલેહાને તીવ્ર માનસિક આઘાત લાગ્યો અને તે બેભાન થઈ ગઈ. તેને પણ અલ-નૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ભાનમાં આવ્યા બાદ સરખેજ પોલીસ તેનું નિવેદન નોંધશે.
સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી સમગ્ર ઘટનાક્રમ અને તેના કારણો જાણી શકાય. આ સનસનાટીભરી ઘટનાને પગલે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!