પાવાગઢ તળેટીમાં ઇનોવા કારમાં કોણ હતા યુવક-યુવતી...? થઇ ઓળખ
પોલીસે સમગ્ર મામલે ઉંડી તપાસ શરુ કરી

પોલીસે સમગ્ર મામલે ઉંડી તપાસ શરુ કરી

પોલીસે સમગ્ર મામલે ઉંડી તપાસ શરુ કરી
પાવાગઢ તળેટીમાં એક રહસ્યમય અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પાર્કિંગમાં આવેલી ઈનોવા કારમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. ઘટના 28 જૂનના રોજ પાવાગઢ તળેટીમાં એસટી બસ સ્ટેન્ડ સામે બની હતી. કાર બે દિવસ સુધી ત્યાં જ ઉભી રહી હતી અને અંદર બેઠેલા યુવક અને યુવતીમાં કોઈ હલનચલન ન થતાં સ્થાનિકોને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી તો ગાડીનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું. ગાડીનું લોક ખોલીને અંદર જોવામાં આવ્યું તો પાછળની સીટ પર બંનેના મૃતદેહ મળ્યા હતા. તપાસ બાદ મૃતકોની ઓળખ આઝાદ મહેન્દ્રકુમાર રહેવર અને શ્રેયા કમલેશકુમાર પ્રજાપતિ તરીકે થઈ છે, જે હિંમતનગરના આકોદરા ગામના વતની છે.
મળતી માહિતી મુજબ, આઝાદ કાર વોશિંગનો વ્યવસાય કરતો હતો, જ્યારે શ્રેયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને વચ્ચે પ્રેમસબંધ હતો,. 26 જૂનના રોજ બંને ઘરમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. યુવતીના પિતાએ તેના ગુમ થયા અંગે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બંનેએ પ્રેમસબંધમાં અડચણોને કારણે આપઘાતનો માર્ગ પસંદ કર્યો હતો. તેઓએ નાસ્તામાં ઝેરી દવા ખાધી હોવાની શક્યતા જણાઈ રહી છે. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહેલી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ પરિવારજનો અને સમગ્ર સમાજને ચોંકાવી છે. યુવાનોના માનસિક દબાણ અને સંબંધોમાં આવતી અડચણો અંગે ઘેરું મનન કરવાની જરૂર જણાઈ રહી છે. પ્રેમ અને દબાણ વચ્ચે સંતુલન ગુમાવવાથી જીવનની સમસ્યાઓનો અંત આપઘાતથી કરવો, કોઈ ઉકેલ નથી. આ સંદેશ દરેક યુવાન સુધી પહોંચવો જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!