કચ્છમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નર્સ યુવતીની હત્યા કરી હતી
તાજેતરમાં માંડવીના ગોધરા ગામે બસની રાહ જોઇ ઉભેલી યુવતીની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.

કચ્છમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નર્સ યુવતીની હત્યા કરી હતી

કચ્છમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નર્સ યુવતીની હત્યા કરી હતી
કચ્છ જિલ્લાના માંડવીના ગોધરા ગામે સવારના સમયે બસની રાહ જોઇ રહેલી નર્સ યુવતી તલવારના ઘા ઝીંકીને કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. સાગર સંધાર નામના આ આરોપીએ યુવતીની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે સાગર મૃતક યુવતી ગવરી ગરવા સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતીએ સબંધ નહીં રાખતા આરોપીએ તેની હત્યા કરી દીધી હતી. માંડવીની સિવિલ હોસ્પિટલ માંથી આરોપીને રજા આપ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનિય છે કે માંડવી ચાલુકાના ગોધરામાં ગવરીબેન ગરવા નામની યુવતીની વહેલી સવારે એક યુવકે હત્યા કરી હતી. ગોધરા ગામમાં પોતાના ઘેરથી આ યુવતી નોકરી કરવા માટે ઘેરથી નિકળી હતી. સવારે 6 વાગે તે દુર્ગાપુર રોડ પર બસની રાહ જોઇ રહી હતી ત્યારે બાઇક પર યુવક ધસી આવ્યો હતો અને યુવતી પર તલવાર લઇને તૂટી પડ્યો હતો.
ઝનૂની બનેલા હત્યારાએ તલવારના ઘા ઝીંકી અને છરી મારીને યુવતીનું ગળુ દબાવ્યું હતું અને તેની કૃર હત્યા કરી ફરાર થઇ ગયો હતો. હત્યા કર્યા બાદ હત્યારો સ્થળ પર જ તલવાર ફેંકી ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે લોકો સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ત્યારબાદ સ્થળ પર પહોંચી હતી.
આ યુવતી મુન્દ્રા તાલુકાના તુંબડી ગામમાં નર્સ તરીકે કામ કરી હતી અને તે તેની વિધવા માતા અને બે ભાઇઓ સાથે રહેતી હતી. યુવતીની સરેઆમ હત્યાના પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પ્રેમ સંબંધમાં આ હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!