કચ્છમાં માનવતાને લજવતી એક ચોકાવનારી ધટના આવી સામે
કચ્છમાં સગા દિકરાએ માતા સાથે એવું કામ કર્યું કે માતા પુત્રના સંબઘને લગાવી દીધા ડાઘ

દિકરાએ માતા પુત્રના સબંધને લજવ્યા

દિકરાએ માતા પુત્રના સબંધને લજવ્યા
કચ્છમાં પુત્રએ હવસની હદ વટાવીને માનવતાને લજવતું કૃત્યુ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંજાર પોલીસ સ્ટેશનથી પાંચ કિલોમીટર આવેલા ગામના 50 વર્ષીય દારૂડિયા પુત્રએ 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ વૃદ્ધ મહિલાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, હાલ વૃદ્ધા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે નરાધમ પુત્ર વિરૂદ્ધમાં અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે આરોપી વિરૂદ્ધમાં અગાઉ ગાંધીધામ અને અંજાર પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાના ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે.
50 વર્ષીય નરાધમ પુત્રએ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું
પોલીસની માહિતી મુજબ, કચ્છના અંજાર પોલીસ સ્ટેશનથી પૂર્વ દિશામાં પાંચ કિ.મી. દૂર આવેલા ગામ ખાતે ગત ગુરુવારે (27 ફેબ્રુઆરી) માનવ જાતને હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. 50 વર્ષીય પુત્રએ 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું હતું. માતા-પુત્રના સંબંધીઓએ જણાવ્યું હતું કે, પુત્ર કોઈ કામધંધો કરતો નથી અને દારૂ પીવે છે. કેટલીક વખતે તો પુત્ર તેની માતા પાસે દારૂ પીવા માટે પૈસા પણ માંગતો હતો. ક્યારેક માતાને ભીખ માંગવા પણ મજબૂર કરતો હતો. આ વ્યક્તિથી આખુ ગામ ત્રસ્ત છે.
પુત્રની ક્રૂરતાભરી હરકતથી માતાને માથામાં અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ વૃદ્ઘ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. વૃદ્ધાને હાલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે આરોપીના નાના ભાઈના પત્નીએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!