પિતાએ દુષ્કર્મ કરતા 15 વર્ષીય સગીરા થઈ ગર્ભવતી
મુરાદાબાદમાં પિતાએ જ 15 વર્ષની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી
પિતાએ પુત્રી પર કર્યું દુષ્કર્મ
પિતાએ પુત્રી પર કર્યું દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ જ પોતાની 15 વર્ષીય સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે પીડિતા ગર્ભવતી થઈ અને તેની માતા સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. એક ઠેકેદાર પર તેની જ સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે.
પત્નીને 'ત્રિપલતલાક' આપીને કાઢી મૂકી
ફરિયાદ મુજબ, અંદાજે 3 મહિના પહેલા આરોપી પિતાએ તેની પત્નીને 'ત્રિપલતલાક' આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને 6 બાળકોને પોતાની પાસે રાખ્યા હતા. આ 6 બાળકોમાં સૌથી મોટી 15 વર્ષની પીડિતા હતી, જે 8મા ધોરણમાં ભણતી હતી. માતાના ગયા બાદ, પિતાએ તેનું શાળાએ જવાનું પણ બંધ કરાવી દીધું હતું જેથી તે કોઈના સંપર્કમાં ન આવી શકે.
જાનથી મારી નાખવાની આપી ધમકી
પુત્રીની ફરિયાદ અનુસાર, 1 દિવસ નશામાં ધૂત પિતાએ તેને ખાવાનું આપવા બોલાવી અને ત્યારબાદ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું. જ્યારે તેણે બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પિતાએ તેના મોંમાં કપડું ઠૂંસી દીધું અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ પણ વાંચો: પ્રેમમાં સંમતિથી શારીરિક સંબંધ દુષ્કર્મ નહિ
પિતા રોજ પુત્રી પર દુષ્કર્મ આચરતો
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, પિતાએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો તેના સૌથી નાના ભાઈની ગરદન ચાકુથી કાપી નાખશે. આ ધમકીના કારણે ડરી ગયેલી પુત્રી આ વાત કોઈને કહી શકી નહીં અને ત્યારબાદ પિતા રોજ તેની સાથે દુષ્કર્મ કરવા લાગ્યો. શનિવારની રાત્રે પણ આ હેવાનિયતનું પુનરાવર્તન થયું. રાત્રે જ્યારે પિતા સૂઈ ગયા, ત્યારે પુત્રીએ તક મળતા પિતાના જ ફોનથી પોતાની માતાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી અને તે ગર્ભવતી હોવાની વાત પણ કરી.
પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
માતાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિ દારૂ પીને મારઝૂડ કરતા હતા અને થોડા સમય પહેલા જ તેમને 'ત્રિપલ તલાક' આપી દીધા હતા. જોકે, સંબંધીઓએ સમાધાન કરાવીને ફરીથી લગ્ન કરાવ્યા હતા. પરંતુ, 3 મહિના પહેલા તેમણે ફરીથી નશાની હાલતમાં 'ત્રિપલ તલાક' આપી ઘરની બહાર કાઢી મૂકી હતી. આ મામલાની ગંભીરતા સમજીને પોલીસ સ્ટેશનના ઈન્ટાર્જે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
પોતાના નાના પુત્રને પિતા ફરાર
પિતાએ પુત્રીની આપવીતી સાંભળીને ગર્ભવતી હોવાનું જાણતા જ પોતાના સૌથી નાના પુત્રને લઈને ઘર છોડીને ફરાર થઈ ગયો. પત્નીએ કરેલી ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ માટે શોધખોળ શરૂ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?