કચ્છ જિલ્લાના રાપરના ભીમાસર ગામે આચાર્યાના ત્રાસથી 15 વર્ષીય કિશોરીએ કરેલા આપઘાતમાં આચાર્ય સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ આચાર્યાએ વિદ્યાર્થીનીને માનસિક યાતના આપી હતી અને તને નકામી પાસ કરી તેમ કહીને માનસિક રીતે ટોર્ચર કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ક્છ જિલ્લાના રાપરના ભીમાસર ગામની 15 વર્ષીય વિશ્વા સવજી પરમાર નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીનીએ ગત 17 તારીખે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
આ આપઘાત પ્રકરણે ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો કારણ કે સુરતમાં પણ આ જ રીતે સ્કૂલની હેરાનગતીથી ત્રાસી ગયેલી આઠમા ધોરણની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી.
કિશોરીના આપઘાત બાદ પરિવારે તેની અંતિમ વીધી કરી હતી અને લાશને દફનાવી દીધી હતી પણ સગીરાની નોટબુકમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટ પરિવારને મળી આવી હતી. જેથી પરિવારે આ અંતિમ ચિઠ્ઠી પોલીસને સોંપી હતી. પોલીસ પણ આ ચિઠ્ઠી જોઇને ચોંકી ઉઠી હતી અને સગીરાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પીએમની કાર્યવાહી માટે મોકલ્યો હતો.
સગીરાએ જે ચિટ્ઠી લખેલી છે તેમાં તેણે જણાવ્યું છે કે જેમાં મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે. તે મને હંમેશાં ટોર્ચર કરતાં. ઘડી-ઘડી સંભળાવતા અને મને હાથ દેખાડતા, પાસ નકામી કરી. હું આ બધું સહન નહીં કરી શકું એટલે મેં આ પગલું ભર્યું હોવાનું લખાણ સામે આવ્યું હતું.
આ બનાવ બાદ પોલીસે મરવા માટે મજૂર કરનાર આચાર્ય સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.વિધાર્થીનીને ત્રાસ આપનાર જિજ્ઞાસાબેન ચૌધરી વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ તથા વિશ્વાને મરવા મજબૂર કરવાની કલમો તળે ગુનો પોલીસે નોંધ્યો હતો. સમગ્ર મામલે ભચાઉના DySP સાગર સાંબડાએ ગુનાની તપાસ હાથ ધરી છે.