રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીને આજીવન કેદ
રાજમોતીના અમદાવાદ બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષીણીની હત્યા અને અપહરણ કેસમાં કોર્ટનો ચૂકાદો

રાજમોતીના અમદાવાદ બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષીણીની હત્યા અને અપહરણ કેસમાં કોર્ટનો ચૂકાદો

રાજમોતીના અમદાવાદ બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષીણીની હત્યા અને અપહરણ કેસમાં કોર્ટનો ચૂકાદો
રાજકોટની રાજમોતી ઓઇલના અમદાવાદના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાના મામલે સેસન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના માલિક અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહ સહિત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી ગઇ છે.
ઉલ્લેખનિય છે કે ગત 2016ના વર્ષમમાં રાજકોટની રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના બ્રાન્ચ મેનેજર દિનેશભાઇ દક્ષીણીનું અપહરણ કરાયા બાદ 2 દિવસ સુધી મિલમાં ગોંધી રાખી ઢોર માર મરાયો હતો અને ત્યારબાદ તેમને બેડીપરા પોલીસ ચોકીના સસ્પેન્ડ એએસઆઇ યોગેશ ભટ્ટને હવાલે કરાયા હતા. યોગેશ ભટ્ટે પણ દિનેશભાઇને લાકડીઓથી માર માર્યો હતો જેથી દિનેશભાઇ બેભાન થઇ ગયા હતા અને તેમનું મોત થયું હતું. આ કેસમાં ગુનો નોંધાયા બાદ યોગેશ ભટ્ટની ધરપકડ પણ થઇ હતી અને તેણે એક વર્ષ જેલમાં પણ રહેવું પડ્યું હતું અને ત્યારબાદ તેનો નિર્દોષ છૂટકારો પણ થયો હતો.
બીજી તરફ આ મામલે ગુનો નોંધાયા બાદ તપાસમાં રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહના ઇશારે જ દિનેશભઇનું અપહરણ અને ત્યા કરાઇ હોવાનું ઘટસ્ફોટ થયો હતો. સમીર શાહ પોલીસથી બચવા ભાગી છૂટ્યો હતો. પોલીસે તેની શોધખોળ કરી લૂક આઉટ નોટિસ ઇસ્યુ કરી હતી. પોલીસે સમીર શાહની જયપુરની હોટેલમાંથી ધરપકડ કરી હતી. સમીરને આ કેસમાં મદદ કરનાર ઓઇલ મિલનો સિક્યોરિટીમેન ક્રીપાલસિંહ પણ ફરાર થઇ ગયા હતા અને મોરબી રોડ પાસેથી પોલીસે તેને ઝડપી લીધો હતો. દિનેશ દક્ષીણીને તે જ સમીર શાહના કહેવાથી રાજકોટ લઇે આવ્યો હોવાની કબુલાત તેણે કરી હતી.
બીજી તરફ 2022માં આ કેસમાં જેલમા રહેલા આરોપીઓએ સેસન્સ કોર્ટમાં તાજનો સાક્ષી બનવા પણ અરજી કરી હતી. કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. મામલે તમામ દોષીતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જેમાં સોમા પ્રમુખ અને રાજમોતી મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટ અને સસ્પેન્ડેડ ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!