સુરતની સચિન GIDC માંથી 2 હજાર કિલો નકલી પકડાયું
SOG એ દરોડા પાડી ભેળસેળવાળું ઘી જપ્ત કર્યુ, 36 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

નકલી ઘી, નકલી ઘી બનાવવા માટેના મટીરિયલ સાથે પકડાયેલા બે શખ્સોની તસવીર

નકલી ઘી, નકલી ઘી બનાવવા માટેના મટીરિયલ સાથે પકડાયેલા બે શખ્સોની તસવીર
સુરતમાં વધુ એક વખત નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે. GIDC વિસ્તારમાં ધમધમતી ઘીની ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા હતા. 2029 કિલો ભેળસેળવાળું ઘી માર્કેટમાં પહોંચે તે પહેલા જ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના સચિન GIDCમાં ફેકટરી તથા ચોર્યાસીમાં તલંગપોર ખાતેના ગોડાઉનમાં બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 2029 કિલો બનાવટી/ભેળસેળવાળું ઘી મળી આવ્યું હતું. પોલીસે 36 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાંથી ભરત પોલરા અને અમીન વાઢવણિયા નામના બે શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ અત્યંત શાતિર પદ્ધતિથી ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. 1 કિલો શુદ્ધ ઘીમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ, ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ, સિન્થેટિક કલર સાથે મિશ્રણ એટલું આબેહૂબ હતું કે સામાન્ય નાગરિક સુગંધ કે દેખાવ પરથી અસલી-નકલીનો તફાવત પારખી ન શકે. ગ્રાહકોને છેતરવા માટે આરોપીઓ ડોક્ટરની જેમ સિરીંજ ભરીને કેમિકલનું માપ લેતા હતા.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે સ્લમ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન તેમજ હાઈવે પર આવેલા હોટલ\ધાબા પર તથા આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવ ઘીનું છૂટક વેચાણ કરતા હતા.
સુરત શહેર SOG ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, SOGએ નકલી ઘી બનાવતી એક ફેક્ટરીને પકડી છે. બે આરોપીઓની પણ ધરપકડ કરી છે અને 2000 કિલોથી વધુ બનાવટી ઘી પકડાયું છે. 15 લાખનો મુદ્દામાલ છે અને આ લોકો દક્ષિણ ગુજરાતમાં રિટેલમાં ઘી વેચતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, દુકાનદાર જેવું ઘી માંગે તેવી ગુણવત્તાનું બનાવીને આપતા હતા. તેમાં મિલાવટ કરતા હતા અને વેચતા હતા. બે વર્ષથી આ કામ કરતા હતા. 600થી 650માં તેઓ હોલસેલમાં આપતા હતા અને બહાર 1000 રૂપિયા સુધીમાં આ ઘી વેચાતુ હતું. આ આખું પામઓઇલ, વનસ્પતિ ઘી, વનસ્પતિ બટર મિશ્રિત ઘી હતું અને ગાયના ઘીના નામે તેને વેચતા હતા.
સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે 14 લાખની કિંમતનું 2029 કિલો ડુપ્લિકેટ ઘી તથા ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 21 લાખના મશીન સહિત 36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો