સિંગર ઝુબિન ગર્ગના શંકાસ્પદ મોતકાંડમાં 2ની ધરપકડ
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના અલ્ટીમેટમ બાદ SITની તીવ્ર કાર્યવાહી,ડેથ મિસ્ટ્રી ઉકેલ તરફ

ઝુબિન ગર્ગના શંકાસ્પદ મોતકાંડમાં 2ની ધરપકડ

ઝુબિન ગર્ગના શંકાસ્પદ મોતકાંડમાં 2ની ધરપકડ
આસામના લોકપ્રિય ગાયક ઝુબિન ગર્ગના સિંગાપોરમાં થયેલા શંકાસ્પદ મૃત્યુના મામલામાં તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને મોટી સફળતા મળી છે. ઝુબિન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને સિંગાપોર ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરે સિંગાપોરના દરિયામાં ડૂબી જવાથી ગર્ગનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ફેસ્ટિવલ આયોજક શ્યામકાનુ મહંતા સિંગાપોરથી નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મેનેજર સિદ્ધાર્થ શર્માની ગુરુગ્રામના એક એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને બુધવારે સવારે ગુવાહાટી લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
ઝુબિન ગર્ગના મૃત્યુ બાદ આસામ સરકારે સ્પેશિયલ DGP એમ. પી. ગુપ્તાના નેતૃત્વમાં 10 સભ્યોની SITની રચના કરી હતી. SITએ મહંતા, શર્મા, સિંગાપોર આસામ એસોસિએશનના સભ્યો અને ફેસ્ટિવલ માટે સિંગાપોર ગયેલા અન્ય લોકો સહિત ઘણા લોકોને નિવેદન નોંધવા માટે નોટિસ ફટકારી હતી.
મુખ્યમંત્રીએ આપ્યું હતું અલ્ટીમેટમ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગયા અઠવાડિયે જ મેનેજર અને આયોજકને 6 ઓક્ટોબર પહેલાં CID સમક્ષ હાજર થઈને નિવેદન આપવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ફેસબુક લાઇવ વીડિયોમાં કહ્યું હતું કે, "દુર્ગા પૂજા પછી, તેમણે (મેનેજર અને આયોજકે) 6 ઓક્ટોબર સુધીમાં ગુવાહાટી આવીને નિવેદનો રજૂ કરવા પડશે. જો તેઓ CID સમક્ષ હાજર થવા ન માંગતા હોય, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે."
અગાઉ, ગર્ગના મૃત્યુથી રોષે ભરાયેલા ચાહકોએ ગુવાહાટીમાં શર્માના ઘર પર હુમલો પણ કર્યો હતો. ઝુબિન ગર્ગનું મૃત્યુ દરિયામાં લાઇફ જેકેટ વિના સ્વિમિંગ કરતી વખતે ડૂબી જવાથી થયું હોવાનું સિંગાપોરના હોસ્પિટલના ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે. જોકે, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વધુ વિગતો જાહેર કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!