ટ્રેનમાંથી 18 બાળકોનું રેસ્ક્યૂ, બાળ તસ્કરીની શંકા
કટિયા (બિહાર) થી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાંથી રેલવે પોલીસે 11 સગીર સહિત 18 લોકોને બચાવ્યા

વડોદરા બાળ તસ્કરી શંકા

વડોદરા બાળ તસ્કરી શંકા
વડોદરા રેલવે સ્ટેશને મોટી કાર્યવાહી: 18 બાળકોનું રેસ્ક્યૂ
વડોદરા રેલવે પોલીસ (GRP), RPF અને ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બિહારના કટિયા જિલ્લામાંથી આવેલી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાંથી કુલ 18 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. આ 18 લોકોમાં 11 સગીર (18 વર્ષથી નીચેની ઉંમરના) બાળકોનો સમાવેશ થાય છે. બાળ તસ્કરીની આશંકાના આધારે મળેલી બાતમીના પગલે પોલીસે આ તમામ લોકોને વડોદરા લાવી તેમની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે.
તપાસના મુખ્ય મુદ્દાઓ :
આટલી નાની ઉંમરના બાળકો પોતાના સગા-સંબંધીઓ પાસે એકલા શા માટે મુસાફરી કરી રહ્યા હતા, તેઓ કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ, અને આ આખું રેકેટ કોણ ચલાવી રહ્યું છે, તે તમામ દિશાઓમાં રેલવે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા ડિવિઝનના એસીપી જી. એસ. બારિયાના જણાવ્યા મુજબ, ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાને મળેલા ઇનપુટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. રેસ્ક્યૂ કરાયેલા 18 લોકો પૈકી 7 વ્યક્તિઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ :
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રેસ્ક્યૂ કરાયેલા લોકોએ જણાવ્યું છે કે સુરતમાં રહેતા તેમના સગા-સંબંધીઓ, જેઓ મજૂરી અથવા ધંધો કરે છે, તેમણે તેમને ત્યાં બોલાવ્યા હતા. તેઓએ જાતે જ ટ્રેનમાં બેસીને મુસાફરી કરી હોવાનું પણ પોલીસને જણાવ્યું છે. જોકે, પોલીસે ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાને સાથે રાખીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે, જેના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!