RA સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાયા, જીવ તાળવે
માનસિક અસ્થિર યુવકે સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવ્યા પોલીસે સમયસર પહોંચી હેમખેમ બચાવ્યા

RA સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાયા

RA સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાયા
મુંબઈના પવાઈ વિસ્તારમાં ગુરુવારે (30 ઓક્ટોબર) એક તણાવપૂર્ણ ઘટના બની હતી, જ્યાં એક વ્યક્તિએ RA સ્ટુડિયોમાં અનેક બાળકોને બંધક બનાવી દીધા હતા. જોકે, મુંબઈ પોલીસે અત્યંત ઝડપી અને સુરક્ષિત ઓપરેશન પાર પાડીને તમામ 19 બંધકોને મુક્ત કરાવ્યા હતા, જેમાં 17 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી રોહિત આર્યની ધરપકડ કરી છે, જેને માનસિક રીતે અસ્થિર તરીકે વર્ણવવામાં આવ્યો છે.
ઓડિશનના બહાને બાળકોને ફસાવ્યા
પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા છે. આરોપી રોહિત આર્ય બાળકોને વેબ સીરીઝના ઓડિશનના બહાને સ્ટુડિયોમાં લાવ્યો હતો. DCP દત્તા કિશન નલાવડેએ જણાવ્યું કે પોલીસને બપોરે લગભગ 1.45 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. પોલીસની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આરોપીએ 17 બાળકો ઉપરાંત એક વરિષ્ઠ નાગરિક અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ 19 લોકોને સ્ટુડિયોના ગ્રાઉન્ડ ફ્લોર પર બંધક બનાવ્યા હતા. પોલીસના નેગોશિયેટર ટીમે શરૂઆતમાં આરોપી સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાતચીત નિષ્ફળ જતાં, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને વિશેષ એકમોએ બિલ્ડિંગ પર હુમલો કરવાનું નક્કી કર્યું. બાળકોની હાજરીને કારણે આ રેસ્ક્યુ ઓપરેશન અત્યંત પડકારજનક હતું.
રોહિત આર્ય તરીકે ઓળખાતા વ્યક્તિએ બાળકોને બંધક બનાવ્યા બાદ તેણે જાતે જ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કથિત રીતે કહ્યું છે કે તે થોડા લોકો સાથે વાત કરવા માંગે છે અને જો તેને તેમ કરવાની મંજૂરી નહીં મળે, તો તે બધું આગ લગાવી દેશે અને પોતાને અને બાળકોને નુકસાન પહોંચાડશે. આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર લાગે છે તેમ પોલીસ દ્વારા જણાવવામાં પણ આવ્યું હતું.
#BREAKING | Children taken hostage in Mumbai's RA Studio building in Powai. Cops in talk with suspect.
— Harsh Trivedi (@harshtrivediii) October 30, 2025
More details awaited. pic.twitter.com/lIKxQr33ZU
અધિકારીઓએ જણાવ્યું કે, જવાનોએ બાથરૂમ દ્વારા સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો અને તમામ બંધકોને હેમખેમ બહાર કાઢ્યા. પોલીસની સમગ્ર મામલે ઝડપી પ્રતિક્રિયા અને એક્શને બાળકોને સુરક્ષિત બચાવ્યા હતા.
કેમિકલ્સ અને એર ગન મળી
પોલીસે ઘટનાસ્થળેથી તપાસ દરમિયાન કેટલાક કેમિકલ્સ અને એક એર ગન પણ જપ્ત કરી છે. આરોપી રોહિત આર્યની ધરપકડ કરીને તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે, અને પોલીસે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે ચિંતિત વાલીઓ મોટી સંખ્યામાં પોલીસ બેરીકેડ પાસે એકઠા થયા હતા. હાલમાં, બાળકોના વાલીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!