PMJAY યોજનામાં ગેરરીતિ મામલે વધુ રાજ્યની 15 હોસ્પિટલો સસ્પેન્ડ
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ 22 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી

PMJAY યોજનામાં ગેરરીતિ મામલે વધુ રાજ્યની 15 હોસ્પિટલો સસ્પેન્ડ

PMJAY યોજનામાં ગેરરીતિ મામલે વધુ રાજ્યની 15 હોસ્પિટલો સસ્પેન્ડ
PMJAY યોજનામાં પૈસા કમાવા માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે જરૂર નહી હોવા છતાં ઓપરેશન કરી દીધા હતા. જેના પરિણામે 3 દર્દીના મોત થયા હતા. જ્યારે 15 જેટલા દર્દીઓને અસર થઈ હતી. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે PMJAY યોજના બાબતે SOP બનાવી હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતાં વધુ 15 હોસ્પિટલોને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ 22 હોસ્પિટલો અને 9 ડોક્ટરોને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ કડી તાલુકાના ગામડાઓમાં કેમ્પ કરી દર્દીઓને હોસ્પિટલ બોલાવી જરૂર નહી હોવા છતાં હ્રદય સંબંધી ઓપરેશન કર્યા હતા. 19 દર્દીઓ પૈકી 2 દર્દીઓના મોત થતાં ભારે હોબાળો મચી ગયો હતો. જેના કારણે PMJAY યોજનામાં મસમોટી ગેરરીતિ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સફાળા જાગેલા આરોગ્ય વિભાગે હોસ્પિટલના તબીબો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે PMJAY યોજનાની SOP બનાવી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલોમાં તપાસ આરંભી હતી. આ તપાસ દરમિયાન જે તે સમયે 7 હોસ્પિટલો અને કેટલાંક ડોક્ટરોને મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. તાજેતરમાં સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા રાજ્યની અલગ અલગ હોસ્પિટલોમાં PMJAY યોજના સંદર્ભે ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. ચેકિંગ દરમિયાન ગેરરીતિ સામે આવતાં 15 હોસ્પિટલોને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદની શિફા હોસ્પિટલની મા યોજનામાંથી પીડિયાટ્રિક મેડિકલ મેનેજમેન્ટ એન્ડ ન્યોનેટલ કેર સેવા સસ્પેન્ડ કરાઈ છે. રાજ્યની અન્ય 8 હોસ્પિટલોને ગાયનેકોલોજી સ્પેશ્યાલિટી માટે સસ્પેન્ડ કરાઈ છે. પ્રસૂતિ સારવારના નાણાંમાં ચેડાં, કલેઈમમાં છેડછાડ, આઈસીયુમાં જરૂરી સુવિધા કે સાધન સામગ્રી ન હોવા સહિતની વિવિધ ખામીના કારણે હોસ્પિટલો સામે કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. આગામી દિવસોમાં એન્ટિ ફ્રોડ યુનિટના દરોડાઓમાં વધુ હોસ્પિટલો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ અત્યાર સુધી 22 હોસ્પિટલોને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે 9 ડોક્ટરોને પણ યોજનામાંથી સસ્પેન્ડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!