રાજકોટમાં વેપારીના ઘરમાંથી 140 કિલો ચાંદીની ચોરી
તસ્કરોએ વેપારીના ઘરમાંથી 140 કિલો ચાંદીની ચોરી કરી, જેની કિંમત બજાર ભાવે કરોડોમાં છે

વેપારીના ઘરમાંથી ચોરી

વેપારીના ઘરમાંથી ચોરી
રાજકોટના રણછોડનગર વિસ્તારમાં ચોરીની એક એવી ઘટના બની છે જેણે સમગ્ર શહેર અને ખાસ કરીને સોની બજારમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. રણછોડનગર શેરી નંબર 1 માં રહેતા અતુલભાઈ પટેલ નામના જાણીતા વેપારીના ઘરમાં મંગળવારની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને આશરે 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી આ ચાંદીની માત્રા એટલી મોટી છે કે, તેની વર્તમાન બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવાનું અનુમાન છે.
લૂંટમાં કરોડોની માલમત્તા ચોરાયાનું સ્પષ્ટ
અતુલભાઈને આ ચોરીની જાણ બુધવાર સવારે થઈ હતી, ત્યારબાદ તેમણે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા DCP ક્રાઈમ, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.80 લાખ રૂપિયાની આસપાસ હોવાથી આ લૂંટમાં કરોડોની માલમત્તા ચોરાઈ હોવાનું સ્પષ્ટ જણાય છે.
સ્થાનિક વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા
રણછોડનગરનો આ વિસ્તાર ખાસ કરીને ચાંદીના કામકાજ અને ઉત્પાદન માટે જાણીતો છે, જ્યાં અનેક નાના-મોટા કારખાનાઓ આવેલા છે. આટલી મસમોટી માત્રામાં ચાંદીની ચોરી થતા સ્થાનિક વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા હાલમાં આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને તસ્કરો સુધી પહોંચવા માટે સઘન નાકાબંધી કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, આમાં કોઈ જાણભેદુની સંડોવણી હોઈ શકે છે, કારણ કે તસ્કરોને ખબર હતી કે ઘરમાં આટલી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો રાખવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!