ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં 'જીમ જેહાદ'નો પર્દાફાશ
માસ્ટર માઇન્ડ ઇમરાન દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો, તેના ફોનમાંથી 50 મહિલાના ફોટા મળ્યા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં જીમની આડમાં ચાલતા ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. માસ્ટરમાઇન્ડ ઇમરાનની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે ઝડપાઈ ગયો હતો. તેના માટે 25 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં દુબઈ અને મલેશિયા સાથેના સંબંધોનો ખુલાસો થયો છે. ડિજિટલ પુરાવા અને મહિલાઓની ફરિયાદોના આધારે તપાસ કરવામાં આવતાં મોટું નેટવર્ક ઝડપાય તેવી શક્યતા છે.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં જીમની આડમાં ચાલતા ધર્માંતરણ રેકેટના માસ્ટર માઇન્ડ ઇમરાનને જેલ ભેગો કરવામાં આવ્યો છે.દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો તે સમયે ઉત્તરપ્રદેશ પોલીસે ઇમરાનને દિલ્હી એરપોર્ટ પરથી પકડી લીધો છે.
ધર્માંતરણ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસે ઇમરાન પર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને તેની શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મહિલાએ 1090 મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી.
મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓના મોબાઇલ ફોનની તપાસ કરી ત્યારે પાસવર્ડ સંરક્ષિત ફોલ્ડરમાં જે મળ્યું તેનાથી તેઓ ચોંકી ગયા હતા અને ગભરાઈ ગયા. ફોલ્ડરમાં 50 થી વધુ મહિલાઓના ફોટા અને વીડિયો મળ્યા હતા. જેમાં ફરવા, મુસાફરી અને લગ્નો સંબંધિત ફોટા પણ હતા.
તપાસમાં જાણવા મળ્યું કે, આ નેટવર્ક મિર્ઝાપુરમાં અનેક જીમ દ્વારા કાર્યરત હતું. KGN 1, KGN 2.0, KGN 3, આયર્ન ફાયર અને એક ફિટનેસ ક્લબ. પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે લોકો અગાઉ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
'જીમ જેહાદ'નો પર્દાફાશ કેવી રીતે થયો?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમરાન ફક્ત મિર્ઝાપુર સુધી મર્યાદિત ન હતો. પરંતુ તેના વિદેશમાં પણ સંપર્કો છે. તપાસમાં જાણવા મળ્યું કે, તેણે મલેશિયા અને દુબઈની ઘણી વિદેશ યાત્રાઓ કરી છે. પાસપોર્ટના રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે તે 27 જાન્યુઆરી, 2024 ના રોજ દુબઈ ગયો હતો. હાલમાં ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર ઇમરાન દુબઈમાં ઘણા શંકાસ્પદોને પણ મળ્યો હતો અને ધર્માંતરણ માટે ભંડોળની ચર્ચા કરી હતી.
સૂત્રોએ દાવો કર્યો છે કે ઈમરાને વિદેશ પ્રવાસો પર લાખો રૂપિયા ખર્ચ્યા હતા. જેનાથી એવી શંકા વધુ પ્રબળ બની છે કે, નેટવર્કને બહારથી નાણાકીય સહાય મળી રહી હતી. પોલીસ હવે તેની પૂછપરછ કરીને નક્કી કરશે કે તે દુબઈ અને મલેશિયામાં કોને મળ્યો હતો અને તેનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે.
આ કેસમાં અત્યાર સુધીમાં બે મહિલાઓએ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. જ્યારે 25 થી 30 મહિલાઓ પરોક્ષ રીતે આગળ આવી છે. પોલીસનું કહેવું છે કે, ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય