ગાંધીનગરની યુનિયન બેંકમાં ₹2 કરોડનું કૌભાંડ
ગુજરાત પ્રવાસન વિભાગના બંધ ખાતામાંથી 2 કરોડ ટ્રાન્સફર, સસ્પેન્ડેડ મેનેજર સામે કેસ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રાજ્યના પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી 2 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી રૂપિયા 2 કરોડ ટ્રાન્સફર કરી દેવા મામલે બેંકના સસ્પેન્ડેડ બ્રાન્ચ મેનેજર હિમાંશુ ઝદોન અને રિતેશ શેઠ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈન્ફોસિટી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું ખાતું એક્ટિવ કરી તેમાંથી મોટી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ ગેરરીતિ અંગે જાણ થતાં બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને લઈ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજરે 4 ડિસેમ્બરના રોજ તત્કાલિન મેનેજર હિમાંશુ ઝદોનને સસ્પેન્ડ કર્યો છે. બાદમાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં હિમાંશુ ઝદોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બેંકના દસ્તાવેજો, ટ્રાન્ઝેક્શન વિગતો તેમજ સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત ટુરીઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા 'નવરાત્રી ફેસ્ટિવલ-2003' ના ખાતાને એક્ટિવેટ કરી તેમાંથી 2,02,78,000 થી વધુની રકમ ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડ અંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર કે.આર.નાગરાજે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોન અને ટ્રેડર્સ રીતેશ ધીરજલાલ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બેંકની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે 17 નવેમ્બર 2025ના રોજ ગુજરાત પ્રવાસન વિભાગના નામે બનાવટી લેટર રજૂ કરવામાં આવ્યો હતો.
આ લેટરમાં બે અધિકારીઓની ખોટી સહીઓ અને બે વ્યક્તિઓના આધાર કાર્ડ જોડીને બંધ ખાતું એક્ટિવેટ કરાવ્યું હતું. આ લેટર બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોને રિસીવ કર્યો હતો. ખાતું એક્ટિવેટ થતાની સાથે તેમાંથી કરોડો રૂપિયા RTGS દ્વારા અમદાવાદની ધનલક્ષ્મી બેંકમાં આવેલા 'ટયુ-પે ટ્રેડર્સ' (Tyu-Pay Traders) ના ખાતામાં મોકલી દેવાયા હતા.
બેંકના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી ત્યારે મેનેજર હિમાંશુના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પરથી તેના પર્સનલ ઈ-મેઈલ પર કૌભાંડને લગતી ફાઈલો મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે પ્રવાસન વિભાગની ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિભાગ દ્વારા આવો કોઈ લેટર આપવામાં આવ્યો નથી અને સહીઓ પણ બનાવટી છે.
કૌભાંડના મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઝદોને ગેરકાયદે પ્રવૃત્તિ બદલ 4 ડિસેમ્બર 2025 નારોજ સસ્પેન્ડ કરાયો છે. જેના ખાતામાં રૂપિયા જમા થયા હતા તે રીતેશ ધીરજલાલ શેઠે બેંકના અધિકારીઓની પૂછપરછ દરમિયાન પહેલા ઠાગાઠૈયા કર્યા હતા. બાદમાં 36.50 લાખ પરત કર્યા હતા. પરંતુ બાકીની રકમ પરત ન કરી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!