ચંદીગઢમાં સ્માર્ટ સિટી ભંડોળમાં ₹116 કરોડની ઉચાપત
IDFC ફર્સ્ટ બેંક મેનેજરે નકલી FDR બનાવી સ્માર્ટ સિટી ભંડોળમાંથી ₹116 કરોડની ઉચાપત કરી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
IDFC બેંકની ચંદીગઢ શાખાના મેનેજરે ચંદીગઢ સ્માર્ટ સિટી લિમિટેડના ભંડોળમાંથી રૂપિયા 116 કરોડની ઉચાપત કરી છે. પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધી ₹116.84 કરોડની ઉચાપતનો ખુલાસો થયો છે.
ચંદીગઢમાં નાણાકીય છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. અહીંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં IDFC ફર્સ્ટ બેંકમાં ₹590 કરોડની છેતરપિંડી કરી હતી. IDFC બેંકના મેનેજરે છેતરપિંડી કરનારાઓ સાથે મળીને કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ માટે ફાળવવામાં આવેલા ભંડોળમાં ગેરરીતિ આચરી છે. જેમાં સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
IDFC બેંકના મેનેજરે છેતરપિંડી કરનારાઓ સાથે મળીને ચંદીગઢ સ્માર્ટ સિટી લિમિટેડ (CSCL)ના કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. તપાસમાં આશરે ₹116.84 કરોડ ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે. ભંડોળ ચંદીગઢ સ્માર્ટ સિટી લિમિટેડમાંથી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCC) માં ટ્રાન્સફર કરવાનું હતું અને આ હેતુ માટે IDFC ફર્સ્ટ બેંકમાં એક સમર્પિત ખાતું ખોલવામાં આવ્યું હતું.
બેંક મેનેજરે નકલી FDR બનાવ્યા
ભંડોળ જમા કરાવવાના બદલે બેંક મેનેજરે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો (FDR) જારી કરી હતી. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને રસીદોની ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે ₹116.84 કરોડ મૂલ્યના તમામ FDR સંપૂર્ણપણે નકલી હતા. બેંકના રેકોર્ડમાં આ નાણાંનો કોઈ પત્તો લાગ્યો નથી.
ભંડોળ ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશને ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો (FDR) ની તપાસ કરી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી IDFC ફર્સ્ટ બેંકે પોલીસને જાણ કરી છે કે સમગ્ર રકમ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં પાછી જમા થઈ ગઈ છે.
બે મહિના પહેલા છેતરપિંડી કરવામાં આવી હતી
લગભગ બે મહિના પહેલા આ નાણાની ઉચાપત થઈ હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ તાજેતરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સોમવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને બેંકમાંથી વ્યાજ સહિત ₹116.84 કરોડ કોર્પોરેશનના ડિપોઝિટના બદલામાં આશરે ₹121 કરોડ મળ્યા છે.
પોલીસે તાત્કાલિક ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદની નોંધ લઈને ગુનો નોંધ્યો હતો. આર્થિક ગુના શાખા (EOW) એ કાર્યવાહી કરી છે અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે જેમાં 318(4) (છેતરપિંડી), 338, 336 (3), 340 (2), 61 (2), અને 316 (5)નો સમાવેશ થાય છે.
ચંદીગઢ પોલીસ આ કેસમાં માત્ર બેંક મેનેજર જ નહીં. પરંતુ અન્ય વરિષ્ઠ બેંક અધિકારીઓ અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આંતરિક મદદ વિના આટલું મોટું કૌભાંડ આચરી શકાય નહી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે IDFC ફર્સ્ટ બેંકના શાખા મેનેજરે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને મ્યુનિસિપલ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે બેંકની સીલ લગાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!