ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: આત્મનિર્ભરતાની કસોટી
ટેરિફ ઘટાડા અને ICT ખુલ્લાપણાથી વિકાસ, પણ ખેતી-ડેરી પર દબાણ

ભારતના વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ

ભારતના વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી અંતરિમ વેપાર સંધિ બંને દેશોના આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહી છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા મહત્વના મૂદ્દા મુજબ, આ સંધિનો હેતુ આગામી વર્ષોમાં 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર સુધી પહોંચવાનો છે. પરંતુ આ સાથે જ મોટો પ્રશ્ન ઊભો થાય છે—શું આ પગલું આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવશે કે પછી દેશના સંવેદનશીલ ક્ષેત્રોને નુકસાન કરશે?
ટેરિફમાં મોટો ફેરફારઆ સંધિ હેઠળ અમેરિકા ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડીને અંતિમ 18 ટકા પર લાવવા સંમત થયું છે, જે અગાઉ 50 ટકા સુધી પહોંચ્યો હતો. બીજી તરફ, ભારતે અમેરિકન ઔદ્યોગિક ઉત્પાદનો તેમજ અનેક કૃષિ અને ખાદ્ય પદાર્થો પર ટેરિફ ઘટાડવા અથવા દૂર કરવાની તૈયારી બતાવી છે.
ખેતી અને ડેરી ક્ષેત્રની ચિંતાઅમેરિકન કૃષિ ઉત્પાદનો—જેમ કે પશુખોરાક, સોયાબીન તેલ, ફળો, નટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ—ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ કરશે. આથી નાના અને મધ્યમ ખેડૂતો તથા ડેરી સહકારી માળખા પર દબાણ વધવાની શક્યતા છે. આ ક્ષેત્રો માટે આ સંધિ રાજકીય અને આર્થિક રીતે સૌથી સંવેદનશીલ સાબિત થઈ શકે છે.
ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ અસરઔદ્યોગિક ક્ષેત્રમાં સસ્તા આયાતી મશીનરી અને ઘટકો ભારતીય ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. પરંતુ હજુ વિકાસ પામતા ઉદ્યોગો માટે અમેરિકન ઉત્પાદનો સાથેની સ્પર્ધા પડકારરૂપ બની શકે છે.
ICT અને ડિજિટલ વેપારમાં મોટું ખુલ્લાપણુંભારતે અમેરિકન ICT ઉત્પાદનો માટેની આયાત લાયસન્સિંગની પ્રતિબંધક વ્યવસ્થાઓ દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ડેટા સેન્ટર, AI અને GPU ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આથી ટેક્નોલોજી માટે વિદેશી નિર્ભરતા વધવાની ચિંતા પણ ઊભી થાય છે.
મેડિકલ ડિવાઇસ અને નોન-ટેરિફ અવરોધોઆ સંધિ હેઠળ ભારત અમેરિકન મેડિકલ ડિવાઇસ માટેના નોન-ટેરિફ અવરોધો દૂર કરશે. આથી આરોગ્ય ક્ષેત્રમાં સ્પર્ધા અને ઉપલબ્ધતા વધશે, પરંતુ સ્થાનિક ઉત્પાદકો માટે પડકારો ઊભા થશે.
GDP વૃદ્ધિ અને વ્યૂહાત્મક સંતુલન500 અબજ ડોલરના વેપાર લક્ષ્ય, ઊર્જા, વિમાન, ટેક્નોલોજી અને કોલસા જેવા ક્ષેત્રોમાં મોટી ખરીદી સાથે, ભારતની GDP વૃદ્ધિમાં વધારોશક્ય છે. પરંતુ આ વૃદ્ધિનો લાભ તમામ ક્ષેત્રોને સમાન રીતે મળશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન છે.
આત્મનિર્ભર ભારત સામે વૈશ્વિક હકીકતઆ અંતરિમ સંધિ માત્ર વેપાર નથી, પરંતુ ભારતના વૈશ્વિક વ્યૂહાત્મક દિશાનો સંકેત છે. ખુલ્લાપણું અને આત્મનિર્ભરતા વચ્ચેનું સંતુલન જ આ સંધિની સાચી કસોટી રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.

બર્કશાયર હેથવેની કમાન સંભાળનાર વોરેન બફેટે હવે લીધો મોટો નિર્ણય! ચેરમેન પદ છોડ્યા બાદ તેમની જગ્યાએ કોણ આવ્યું?

UPI ચાર્જ પર ફરી સવાલો કેમ ઊઠ્યા? BharatPeનું સમર્થન અને અશ્નીર ગ્રોવરનો વિરોધ ચર્ચામાં