શેરબજારમાં કડાકો
સેન્સેક્સ 1092 અને નિફ્ટી 360 પોઈન્ટ તૂટ્યા, રોકાણકારોના કરોડો સ્વાહા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Stock Market Crash: સાપ્તાહિક ટ્રેડિંગના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીને કારણે મોટો ભૂકંપ જોવા મળ્યો હતો. શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ કડાકો શરૂ થયો હતો, જે ટ્રેડિંગ અવર્સ દરમિયાન સતત વધતો રહ્યો હતો. બપોરે 3 વાગ્યાના સુમારે નિફ્ટી 400 પોઈન્ટ ગગડીને 23,500 ની સપાટીએ અને સેન્સેક્સ 1150 પોઈન્ટથી વધુ તૂટીને 74,800 ની નીચે સરકી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંતે બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી. તેમ છતાં, સેન્સેક્સ 1.45 ટકા એટલે કે 1092 પોઈન્ટના ઘટાડા સાથે 74,775 પર અને નિફ્ટી 1.50 ટકા અથવા 360 પોઈન્ટ તૂટીને 23,547 ની સપાટી પર બંધ રહ્યો હતો. આ ઘટાડામાં બેંક નિફ્ટી પણ 600 પોઈન્ટથી વધુ સાફ થઈ ગયો હતો.
સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરો ધોવાયા, માત્ર 4 શેરો ગ્રીન ઝોનમાં
બજારમાં સૌથી વધુ દબાણ સ્મોલ-કેપ અને મિડ-કેપ સેક્ટરમાં જોવા મળ્યું હતું, જ્યાં રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના ટોચના 30 બ્લુચિપ શેરોમાંથી માત્ર ચાર શેરો જ વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના 26 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. સૌથી વધુ નુકસાન ઈન્ડિગો, ટાટા સ્ટીલ અને પાવરગ્રીડ જેવા મોટા શેરોમાં નોંધાયું હતું.
બજાર આટલું મોટું કેમ તૂટ્યું? જાણો 4 મુખ્ય કારણો
વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકા-ઈરાન તણાવ: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લંબાવવા અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી શિપિંગ પ્રતિબંધો હટાવવા અંગે સમજૂતીના અહેવાલો હતા. પરંતુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી તેને મંજૂરી આપી નથી અને ઈરાની મીડિયાએ પણ કરારને આખરી ઓપ ન આપ્યો હોવાનું જણાવતા વૈશ્વિક બજારમાં ચિંતા વધી છે.
ઇન્ડિયા VIX માં ઉછાળો અને વીકેન્ડ પ્રોફિટ બુકિંગ: બજારમાં અસ્થિરતા દર્શાવતો સૂચકાંક 'ઈન્ડિયા VIX' 6 ટકા વધીને 15.91 પર પહોંચી ગયો છે, જે બજારમાં મોટું જોખમ હોવાનો સંકેત આપે છે. આ ઉપરાંત, શનિવાર-રવિવારની બે દિવસની રજા હોવાથી રોકાણકારોએ જોખમ લેવાના બદલે અચાનક નફો વસૂલવાનું યોગ્ય માન્યું હતું.
FII ની રેકોર્ડ વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ 2.20 લાખ કરોડ રૂપિયાથી વધુની જંગી વેચવાલી કરી છે, જેમાં માત્ર બુધવારે જ 1,040 કરોડના શેર વેચવામાં આવ્યા હતા.
સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહી લાંબા ગાળાના સરેરાશના 92 ટકાથી ઘટાડીને 90 ટકા કરી દીધી છે. દેશમાં તીવ્ર ગરમી વચ્ચે ઓછા વરસાદની આ આગાહીથી મોંઘવારી વધવાનો ડર પેદા થયો છે, જેણે બજારના સેન્ટિમેન્ટને ખરાબ કર્યું છે.
હેવીવેઇટ શેરો પણ દબાણ હેઠળ
બજારને સંભાળતા મોટા શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2 ટકા તૂટ્યો હતો, જ્યારે ટીસીએસ (TCS) માં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ 2.45 ટકા, સન ફાર્મા 2 ટકા અને પાવરગ્રીડ 4 ટકા જેટલો ગગડતા સેન્સેક્સને મોટો ફટકો પડ્યો હતો. ઓટો, મેટલ, ઓઇલ અને ગેસ સેક્ટર 2 ટકાથી વધુ તૂટ્યા હતા, જ્યારે આઈટી અને કન્ઝ્યુમર ગુડ્સે બજારને ટેકો આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.