RBIએ Repo Rateમાં 0.50%નો કર્યો ઘટાડો, લોનની EMIમાં થશે ઘટાડો
RBIએ ત્રીજીવાર Repo Rate ઘટાડીને 5.50% કર્યો છે, EMI ઓછી થશે અને અર્થતંત્રને પ્રોત્સાહન મળશે, SDF-MSFR અને CRRમાં પણ ઘટાડો થયો છે.

RBIના Repo Rateમાં ઘટાડો

RBIના Repo Rateમાં ઘટાડો
4 જૂનથી શરૂ થયેલી RBIની MPC (મોનેટરી પોલિસી કમિટી) મિટિંગના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેટ ઘટાડવાનું ત્રીજું પગલું ભર્યું છે. RBIએ Repo Rateમાં 50 બેસિસ પોઈન્ટ (0.50%)નો ઘટાડો કર્યો છે, જેના પરિણામે હવે Repo Rate 6%થી ઘટીને 5.50% પર આવી ગયો છે.
પાછલાં 2 મિટિંગમાં પણ RBIએ 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. લોન લેનારાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે કારણ કે હવે તેમના હોમ લોન, કાર લોન જેવી લોનની EMI ઘટી જશે.
મોંઘવારીમાં રાહત અને દરોમાં ફેરફાર
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ માહિતી આપી કે, SDF રેટ 5.75% થી ઘટાડી 5.25% કરવામાં આવી છે અને MSF રેટ 6.25%થી ઘટાડી 5.75% પર લાવવામાં આવી છે. તેમજ CRR (કેશ રિઝર્વ રેશિયો) પણ 4%થી ઘટાડી 3% કર્યો છે. FY26 માટે મોંઘવારીનો અંદાજ પણ 4%થી ઘટાડીને 3.7% રાખવામાં આવ્યો છે.
GDP ગ્રોથમાં કોઈ બદલાવ નહિ
FY26 માટે GDP ગ્રોથના અંદાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે દર્શાવે છે કે, RBIને ભારતીય અર્થતંત્રના પુનર્જીવન પર વિશ્વાસ છે. FY26ની પહેલી GDPનો અંદાજ 6.5%નો અનુમાન છે. બીજીમાં 6.7%, ત્રીજામાં 6.6% અને ચોથીમાં 6.3% છે.
અર્થતંત્રને મળશે સપોર્ટ
ગવર્નર સંજય મલ્હોત્રાએ Repo Rate કટને અર્થતંત્ર માટે પોઝિટિવ પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત સતત રોકાણ માટે પસંદગીયાર સ્થાન બની રહ્યું છે. ભારતનો વિદેશી નાણાંનો જથ્થો પણ વધીને હાલમાં 691.5 અબજ ડોલર પર પહોંચી ગયો છે.
મોનેટરી પોલિસી સ્ટાન્સ "Neutral"
RBIએ પોતાની નીતિનો અભિગમ "Accommodative" પરથી બદલી "Neutral" કર્યો છે, જેનો અર્થ એ થયો કે, હવે Repo Rate વધારવા કે ઘટાડવા અંગે RBI તટસ્થ અભિગમ રાખશે.
લોન EMI કેમ ઘટે છે?
Repo Rate એ વ્યાજની તે દર છે, જેના પર RBI દેશના બેન્કોને ટૂંકા ગાળાની લોન આપે છે. જ્યારે Repo Rate ઘટે છે, ત્યારે બેન્કો પણ ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજમાં ઘટાડો કરે છે અને તેથી EMI ઓછી થઈ જાય છે.
Repo Rate Cutની હેટ્રિક
ફેબ્રુઆરી: Repo Rate 6.50%થી ઘટાડીને 6.25%
એપ્રિલ: Repo Rate 6.25% થી ઘટાડીને 6%
જૂન: Repo Rate 6% થી ઘટાડીને 5.50%
50 લાખની હોમ લોન પર કેટલો લાભ થશે?
જો કોઈ ગ્રાહકે રૂપિયા 50 લાખની લોન 30 વર્ષ માટે 9%ના વ્યાજદરે લીધી હોય, તો એ પ્રમાણે તેમની EMI રૂપિયા 40,231 થાય છે. હવે રેપો રેટમાં 0.50%ના ઘટાડાને કારણે EMI ઘટીને રૂપિયા 38,446 થઈ જશે. એટલે કે દર મહિને રૂપિયા 1,785ની બચત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.