પોતાનું ઘર કે ભાડું? જાણો કયો વિકલ્પ છે શ્રેષ્ઠ
RBI દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ હોમ લોન થઈ સસ્તી; મકાન ખરીદવું કે ભાડે રહેવું? જાણો

ઘર ખરીદવું કે ભાડાનું મકાન

ઘર ખરીદવું કે ભાડાનું મકાન
દરેક મધ્યમવર્ગીય પરિવાર માટે પોતાનું એક ઘર હોવું એ સૌથી મોટું લક્ષ્ય અને સપનું હોય છે. ખાસ કરીને જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વ્યાજ દરમાં 1.25 ટકાનો નોંધપાત્ર ઘટાડો કર્યો હોય, ત્યારે હોમ લોન સસ્તી થતા લોકોમાં મકાન ખરીદવાની ઉત્સુકતા વધી છે. જોકે, મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે 'બાય વર્સેસ રેન્ટ' (ખરીદવું કે ભાડું) નો સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે.
હોમ લોન દ્વારા મકાન ખરીદવાના ફાયદા અને જવાબદારી :
જ્યારે તમે હોમ લોન દ્વારા ઘર ખરીદવાનો નિર્ણય કરો છો, ત્યારે તમે એક કાયમી મિલકત (Asset) ઉભી કરો છો.
સંપત્તિનું સર્જન: ભલે તમારે 15 થી 20 વર્ષ સુધી EMI ભરવો પડે, પરંતુ અંતે તમે મકાનના માલિક બનો છો. સમયની સાથે મિલકતની બજાર કિંમતમાં પણ મોટો ઉછાળો આવે છે, જે ભવિષ્યમાં રોકાણ તરીકે કામ લાગે છે.
સ્વતંત્રતા અને સ્થિરતા: પોતાના ઘરમાં રહેવાની સૌથી મોટી સુવિધા એ છે કે તમે તમારી પસંદ મુજબ ફેરફાર (Renovation) કરી શકો છો. મકાન માલિક દ્વારા ઘર ખાલી કરાવવાનો કે વારંવાર ભાડું વધારવાનો ડર રહેતો નથી.
આર્થિક લાભ: જરૂરિયાત પડ્યે તમે આ મકાનને ભાડે આપીને વધારાની આવક મેળવી શકો છો અથવા તેને વેચીને મોટી મૂડી એકઠી કરી શકો છો.
ભાડાના મકાનમાં રહેવાના લાભ: કોના માટે છે યોગ્ય ?
ઘણા લોકો માટે ભાડાનું મકાન એ માત્ર મજબૂરી નહીં પણ એક સ્માર્ટ આર્થિક નિર્ણય હોઈ શકે છે.
બજેટ પર ઓછું ભારણ: હોમ લોનના EMI ના મુકાબલે મકાનનું ભાડું સામાન્ય રીતે ઓછું હોય છે. જેના કારણે માસિક બજેટ ખોરવાતું નથી અને તમે બાકીના પૈસા અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.
જાળવણીનો ખર્ચ: મકાનમાં થતા મોટા રીપેરીંગ કે પ્રોપર્ટી ટેક્સની જવાબદારી મકાન માલિકની હોય છે, જેનાથી ભાડૂઆત મુક્ત રહે છે.
નોકરીમાં સુવિધા: જે લોકોની નોકરીમાં વારંવાર ટ્રાન્સફર થતી હોય અથવા જેમની ઓફિસ બદલાતી રહેતી હોય, તેમના માટે ભાડાનું મકાન બેસ્ટ છે. તેઓ સરળતાથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી શકે છે.
અંતિમ તારણ: તમારી જરૂરિયાત શું છે ?
નિષ્ણાતોના મતે, આ નિર્ણય તમારી આર્થિક ક્ષમતા, નોકરીની સ્થિરતા અને ભવિષ્યના લક્ષ્યો પર આધારિત છે. જો તમે લાંબા સમય સુધી એક જ શહેરમાં રહેવા માંગો છો અને લોનનો હપ્તો ભરવાની ક્ષમતા ધરાવો છો, તો ઘર ખરીદવું એ લાંબા ગાળે નફાકારક સોદો છે. પરંતુ જો તમે તમારી મૂડીને ફ્લેક્સિબલ રાખવા માંગો છો, તો ભાડાનો વિકલ્પ વધુ સારો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.

બર્કશાયર હેથવેની કમાન સંભાળનાર વોરેન બફેટે હવે લીધો મોટો નિર્ણય! ચેરમેન પદ છોડ્યા બાદ તેમની જગ્યાએ કોણ આવ્યું?

UPI ચાર્જ પર ફરી સવાલો કેમ ઊઠ્યા? BharatPeનું સમર્થન અને અશ્નીર ગ્રોવરનો વિરોધ ચર્ચામાં