સોના-ચાંદીમાં મોટો કડાકો
સોનું ₹1,135 અને ચાંદી ₹4,500 ગગડી, જાણો ઘટવાનું મુખ્ય કારણ

સોના-ચાંદીમાં મોટો કડાકો

સોના-ચાંદીમાં મોટો કડાકો
Gold Price Today: સોના અને ચાંદીના રોકાણકારો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક બજારમાં કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના સત્તાવાર આંકડા અનુસાર, આજે સોના અને ચાંદી બંનેના ભાવ નોંધપાત્ર રીતે ગગડ્યા છે, જેના કારણે લગ્નસરાની સિઝનમાં ખરીદી કરનારાઓને મોટી રાહત મળશે.
સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો
આજના ઘટાડા બાદ બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 4,750 રૂપિયા ઘટીને 2.66 લાખ રૂપિયા પર આવી ગઈ છે. બીજી તરફ, 24 કેરેટ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,135 રૂપિયા તૂટીને 1.58 લાખ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી (All-Time High) વટાવી હતી. જોકે, ત્યાંથી અત્યાર સુધીમાં સોનું 18 હજાર રૂપિયા અને ચાંદી 1.20 લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ચૂકી છે.
કિંમતો ઘટવા પાછળના મુખ્ય કારણો
નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ વૈશ્વિક અસ્થિરતા અને રોકાણકારોનું બદલાયેલું વલણ જવાબદાર છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે અનિશ્ચિતતા ટાળવા રોકાણકારો કિંમતી ધાતુઓ વેચીને રોકડા (કેશ) પોતાની પાસે રાખી રહ્યા છે. જાન્યુઆરીમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી હોવાથી મોટા ઇન્વેસ્ટર્સે નફો બુક કરવા માટે મોટા પાયે વેચવાલી શરૂ કરી, જેનાથી બજારમાં સપ્લાય વધી ગઈ છે.
સોનું ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
બજારમાં કિંમતો ઘટતા જો તમે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો મુખ્ય બે બાબતો અવશ્ય ચકાસો. પ્રથમ, હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો આલ્ફાન્યુમેરિક હોલમાર્ક (દા.ત. AZ4524) ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો, જેથી તેની શુદ્ધતાની ખાતરી રહે. બીજું, ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને તેની ચોક્કસ કિંમત IBJA ની વેબસાઇટ જેવા વિશ્વસનીય સોર્સ પરથી ક્રોસ ચેક કરવાનું ચૂકશો નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.