મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇઝરાયલ-ઈરાન યુદ્ધવિરામની જાહેરાતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.
MCX પર સોનાનો ભાવ 0.58% ઘટીને ₹ 98,807 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ભાવ ₹ 99,388ના સ્તરથી શરૂ થયો હતો. શરૂઆતના વેપારમાં MCX પર સોનાનો ભાવ ₹ 96,422ના ઇન્ટ્રા ડે નીચા સ્તરે પહોંચ્યો હતો જે 2.98% સુધી ઘટી ગયો હતો.
MCX ચાંદીનો ભાવ 0.24% ઘટીને ₹ 1,06,502 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો જે તેના અગાઉના બંધ ₹ 1,06,759ની તુલનામાં ₹ 1,05,505ના સ્તરથી શરૂ થયો હતો. બપોરે 12 વાગ્યે MCX સોનાનો ભાવ ₹ 2081 અથવા 2.09% ઘટીને ₹ 97,307 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. MCX ચાંદીનો ભાવ ₹ 1236 અથવા 1.16% ઘટીને ₹ 1,05,523 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો હતો.
યુદ્ધવીરામ બાદ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ લગભગ બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયો. 11 જૂન પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યા પછી હાજર સોનાનો ભાવ 0 .5% ઘટ્યો અને હાજર ચાંદી 0.1% ઘટી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે "સંપૂર્ણ અને સંપૂર્ણ યુદ્ધવિરામ" ની જાહેરાત કરી જેનો અર્થ "૧૨ દિવસના યુદ્ધ" નો સત્તાવાર અંત થયો.