2031 સુધી AIને જોઈએ $6 ટ્રિલિયન, પૈસા આવશે ક્યાંથી?
AI પાછળ દુનિયા ખરબો રૂપિયા ખર્ચી રહી છે... પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ પૈસા પાછા આવશે ક્યાંથી?

Bainના રિપોર્ટ મુજબ 2031 સુધી AI બજાર માટે $6 ટ્રિલિયન વાર્ષિક આવકની જરૂર પડી શકે

Bainના રિપોર્ટ મુજબ 2031 સુધી AI બજાર માટે $6 ટ્રિલિયન વાર્ષિક આવકની જરૂર પડી શકે
AI Infrastructure Investment Revenue Gap: AI પર વિશ્વભરમાં અબજો-ખરબો ડોલરનું રોકાણ થઈ રહ્યું છે, પરંતુ હવે ટેક્નોલોજી ઉદ્યોગ સામે એક મોટો સવાલ છે: આટલા મોટા AI રોકાણમાંથી પૂરતી આવક કેવી રીતે ઊભી થશે? Bain & Companyના 7મા વાર્ષિક Global Technology Report મુજબ, AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ રહેલા મોટા ખર્ચને આર્થિક રીતે ટકાવી રાખવા માટે વૈશ્વિક AI બજારને 2031 સુધીમાં વાર્ષિક આશરે $6 ટ્રિલિયનની આવક સુધી પહોંચવું પડી શકે છે.
AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેટલો ખર્ચ થશે?
Bainના વિશ્લેષણ મુજબ AIની વધતી કમ્પ્યુટિંગ જરૂરિયાતને પહોંચી વળવા ડેટા સેન્ટર, કમ્પ્યુટિંગ ક્ષમતા, GPU, મેમરી અને નેટવર્કિંગ જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ ચાલુ રહેશે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધતો ખર્ચ એ પ્રશ્ન ઊભો કરી રહ્યો છે કે ભવિષ્યમાં આ રોકાણને યોગ્ય ઠેરવવા AIમાંથી કેટલી નવી આવક ઊભી થઈ શકે.
હાલના AI બિઝનેસથી કેટલી આવક મળશે?
Bainના રિપોર્ટ મુજબ ગ્રાહક AI અને Enterprise AIમાંથી 2031 સુધીમાં કુલ આશરે $1.2 ટ્રિલિયનથી $1.8 ટ્રિલિયનની વાર્ષિક આવક થઈ શકે છે. ગ્રાહક AIમાં સબ્સ્ક્રિપ્શન અને જાહેરાતો જ્યારે Enterprise AIમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેચાણ, માર્કેટિંગ, ગ્રાહક સેવા અને IT કામગીરી જેવા ઉપયોગનો સમાવેશ થાય છે. પરંતુ $1.2-$1.8 ટ્રિલિયનની આવક $6 ટ્રિલિયનના જરૂરી AI બજારથી ઘણી ઓછી છે. એટલે આશરે $4.2 ટ્રિલિયનની નવી વાર્ષિક આવક માટે AI ઉદ્યોગને નવા બજારો, ઉત્પાદનો અને ઉપયોગના ક્ષેત્રો વિકસાવવા પડશે.
AI માટે $4.2 ટ્રિલિયનની નવી આવક ક્યાંથી આવશે?
Bainના મતે નવા AI બજારોમાં AI આધારિત Search અને Advertising મહત્વનું ક્ષેત્ર બની શકે છે. AI મોડલ પરંપરાગત Searchની ભૂમિકા બદલતા જાય અને AI સેવાઓમાં જાહેરાતો જોડાય તો નવી આવક ઊભી થઈ શકે છે. બીજું મોટું ક્ષેત્ર Autonomous Everything છે. તેમાં સ્વાયત્ત કાર, ટ્રક, ડ્રોન અને Industrial Automation જેવા ઉપયોગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Physical AIમાં Robotics, Simulation અને Digital Twins જેવી ટેક્નોલોજી નવા બિઝનેસ અને ઔદ્યોગિક ઉપયોગ ઊભા કરી શકે છે.
AIથી નવા બિઝનેસ અને આવકના સ્ત્રોત
AIનો આગામી તબક્કો માત્ર કર્મચારી Productivity વધારવા સુધી સીમિત નહીં રહે. Bainના રિપોર્ટમાં Drug Discovery, Mental Health અને Energy Generation જેવા નવા AI આધારિત ઉપયોગોને પણ ભવિષ્યના બજાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. એટલે AI હવે માત્ર સોફ્ટવેર ટૂલ નહીં, પરંતુ નવા ઉત્પાદનો અને સેવાઓ બનાવવાનું માધ્યમ બની શકે છે. AI રોકાણથી Hardware અને Semiconductor ક્ષેત્રને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે. Bainના જણાવ્યા મુજબ 2020થી 2026 દરમિયાન Hardware અને Semiconductor શેરનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર 24% રહ્યો, જ્યારે Software માટે આ દર 6% હતો. આ રીતે 2031 સુધી AIનું $6 ટ્રિલિયનનું વાર્ષિક બજાર બનાવવું માત્ર વધુ શક્તિશાળી AI મોડલ વિકસાવવાનો પ્રશ્ન નથી. AI કંપનીઓ અને અન્ય ઉદ્યોગોએ નવી સેવાઓ, નવા બિઝનેસ મોડલ અને નવા ઉપયોગના ક્ષેત્રોમાંથી વાસ્તવિક આર્થિક મૂલ્ય ઊભું કરવું પડશે. Bainના રિપોર્ટનો મુખ્ય સંકેત એ છે કે AIનું આગામી યુગ Productivityથી આગળ વધીને નવા Revenue Streams અને નવા Markets બનાવવા પર કેન્દ્રિત રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.