ઝાકિર ખાનનો 2030 સુધી લાઈવ શોમાંથી બ્રેક
ઝાકિર ખાને ખરાબ સ્વાસ્થ્યને કારણે વર્ષ 2030 સુધી લાઈવ પર્ફોર્મન્સમાંથી લાંબો બ્રેક લેવાની

ઝાકિર ખાન

ઝાકિર ખાન
ભારતના લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલા એક લાઈવ શો દરમિયાન પોતાના ચાહકોને ચોંકાવનારી જાહેરાત કરી છે. 'સખ્ત લૌંડા' તરીકે જાણીતા ઝાકિર ખાને જણાવ્યું છે કે, તે પોતાના સ્વાસ્થ્ય અને અંગત કારણોસર લાઈવ ટૂર અને સ્ટેજ પર્ફોર્મન્સમાંથી વર્ષ 2030 સુધીનો લાંબો બ્રેક લઈ રહ્યો છે.
લાંબા સમય સુધી સ્ટેજ પર જોવા મળશે નહિ
ઝાકિરની ટીમ દ્વારા મળેલી માહિતી અનુસાર, છેલ્લા એક દાયકાથી સતત મુસાફરી, અનિયમિત ભોજન અને અપૂરતી ઊંઘને કારણે તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે, જેના કારણે તેને આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે. ઝાકિરે ઈન્સ્ટાગ્રામ પર પણ આ વાતની પુષ્ટિ કરતા લખ્યું કે, 20 જૂન સુધીના તેના દરેક શો હવે એક સેલિબ્રેશન સમાન હશે, કારણ કે ત્યારબાદ તે લાંબા સમય સુધી સ્ટેજ પર જોવા મળશે નહિ.
કારકિર્દીમાં અનેક સિદ્ધિઓ કરી હાંસલ
ઝાકિર ખાને તેની કારકિર્દીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં ગત વર્ષે ન્યૂયોર્કના આઇકોનિક મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે હિન્દીમાં સ્ટેન્ડ-અપ કોમેડી શો કરનાર તે પ્રથમ ભારતીય કોમેડિયન બન્યો હતો. 2012માં 'ઈન્ડિયાઝ બેસ્ટ સ્ટેન્ડ-અપ' સ્પર્ધા જીતીને પ્રખ્યાત થયેલા ઝાકિરે 'હક સે સિંગલ' અને 'કક્ષા ગ્યારવી' જેવા શો દ્વારા વિશ્વભરમાં ચાહકો બનાવ્યા છે.
3થી 5 વર્ષનો વિરામ લેવો જરૂરી
હૈદરાબાદના શોમાં ભાવુક થતા તેણે કહ્યું કે, "સ્વાસ્થ્યની કાળજી લેવા માટે મારે આ 3થી 5 વર્ષનો વિરામ લેવો જરૂરી છે." તેણે ચાહકોને વિનંતી કરી છે કે, આ વખતે તે બહુ ઓછા શહેરોમાં આવી શકશે, તેથી જે પણ શો બાકી છે તેમાં ચાહકો ચોક્કસ હાજરી આપે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.