'લવ જેહાદ'ના આક્ષેપે યુવકને જાહેરમાં ઢોર માર
સુરતમાં પોલીસની હાજરીમાં ABVP કાર્યકરોની ગુંડાગીરી, જાહેરમાં હિંસાનો વીડિયો વાયરલ..

'લવ જેહાદ'ના આક્ષેપથી યુવકને જાહેરમાં માર

'લવ જેહાદ'ના આક્ષેપથી યુવકને જાહેરમાં માર
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિવારે 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ એક યુવકને જાહેરમાં ઘેરીને બેરહેમીથી માર માર્યો હતો અને તેના વાળ ખેંચીને માફી મંગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ABVPના જોઇન્ટ સેક્રેટરી શુ'લવ જેહાદ'ના આક્ષેપે યુવકને જાહેરમાં ઢોર મારભમસિંગ રાજપૂતે આ ઘટના અંગે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ યુવક ઘણા સમયથી એક કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરતો હતો. વિદ્યાર્થિની ABVPના જ એક કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે. અનેકવાર ચેતવણી આપવા છતાં યુવક ન માનતા, તેને સમજાવવા માટે રોકવામાં આવ્યો હતો, પરંતુ તે માનવા તૈયાર નહોતો, તેથી કાર્યકરોએ આ પગલું ભર્યું.
પોલીસની હાજરીમાં હિંસા
વીડિયોમાં સૌથી વધુ ચોંકાવનારો દ્રશ્ય એ છે કે, જ્યારે ABVPના કાર્યકરો યુવકને જાહેરમાં માર મારી રહ્યા હતા, ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા. પોલીસકર્મીઓએ કાર્યકરોને રોકવાનો ઉપરછલ્લો પ્રયાસ કર્યો, પરંતુ કાર્યકરોમાં કાયદાનો ડર જરા પણ દેખાયો નહોતો. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડીને તેને અપમાનિત કરવામાં આવ્યો. યુવક હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને મુક્કા મારવામાં આવ્યા હતા અને તેના વાળ ખેંચીને બળજબરીથી માફી મંગાવવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે, પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે. ABVPના કાર્યકરોએ આ ઘટનાને બહેન-દીકરીઓની સુરક્ષા માટેનું 'સ્વરક્ષણ' ગણાવીને એવો આક્ષેપ કર્યો છે કે, જો પોલીસ રોમિયોગીરી કરનારા તત્વો સામે કડક પગલાં ન ભરે, તો યુવા સંગઠનોએ મેદાને આવવું પડે છે.
આ ઘટના ટોળાશાહી તરફ ઈશારો કરે છે અને કાયદાનું શાસન કોના હાથમાં છે તેવા ગંભીર સવાલો ઊભા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?