મણિનગર રેલવે સ્ટેશન પર યુવાને આત્મહત્યા કરી
અમદાવાદના વસ્ત્રાલ યુવાને ટ્રેન નીચે પડી આત્મહત્યા કરી, સુસાઈડ નોટ FSL મોકલાઈ

મણિનગર રેલવે યુવાન આત્મહત્યા

મણિનગર રેલવે યુવાન આત્મહત્યા
પેટ્રોલપંપ કર્મચારીએ ટોર્ચરથી કંટાળી જીવ ટૂંકાવ્યો: સુસાઇડ નોટ મળી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલપંપમાં નોકરી કરતા કિરીટ પંચાલ નામના યુવકે 18મી નવેમ્બરની સાંજે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
પોલીસને મૃતકના કબજામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં યુવકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંના સાહેબ રશ્મિત સિંહ અને અન્ય એક વ્યક્તિ હાર્દિક પટેલના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યો છે. સુસાઇડ નોટમાં કિરીટે પોતાની પત્નીને ન્યાય અપાવવા માટે કરગરતી વિનંતી કરી છે.
સુસાઇડ નોટમાં ગંભીર આક્ષેપો:
નોટમાં મૃતક કિરીટ પંચાલે ઉલ્લેખ કર્યો છે કે તેના સાહેબ રશ્મિત સિંહ અને હાર્દિક પટેલ નામના વ્યક્તિઓ તેને પૈસા માટે રોજ ટોર્ચર કરતા હતા. આ ઉપરાંત, તેને ઓફિસમાં લઈ જઈને પટ્ટાથી માર પણ મારવામાં આવ્યો હતો. ત્રાસ એટલો વધી ગયો હતો કે કિરીટ પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો, જેથી તેણે આ અંતિમ પગલું ભર્યું.
પરિવારજનોની ન્યાયની માંગ અને આક્ષેપો:
કિરીટ પંચાલની આત્મહત્યા બાદ પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃતકની સાળી જાનકી પંચાલે જણાવ્યું કે, તેમના જીજાજીને પેટ્રોલપંપના લોકો માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરતા હતા, અને તેમને મારવાની ધમકીઓ પણ અપાતી હતી.
વળી, મૃતકના સાળા મહેલુ પંચાલનો ગંભીર આક્ષેપ છે કે કિરીટના સુસાઇડની જાણ થયા બાદ પણ કંપનીના મેનેજર તેમના ઘરની આસપાસ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા અને પરિવારને પૈસાની લેતીદેતી બાબતે ધમકીઓ આપી હતી.
પોલીસની કાર્યવાહી:
ખોખરા PI બી. પી. સાવલિયાએ જણાવ્યું કે, પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટની સચોટતા ચકાસવા તેને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે જો પુરાવા મળશે, તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?