યુવાનો આનંદો, 5,502 નાયબ મામલતદારની ભરતી જાહેર!
મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા રાજ્ય સરકારનો નિર્ણય
નાયબ મામલતદાર વર્ગ-3 ની ભરતી પહેલાં મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે
નાયબ મામલતદાર વર્ગ-3 ની ભરતી પહેલાં મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે
ગુજરાતમાં 5,502 જેટલાં નાયબ મામલતદાર વર્ગ-3 ની ભરતી જાહેર કરવામાં આવી છે. મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જેમાં કલેક્ટર કચેરીઓમાં 5,186 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે મહેસૂલ વિભાગ દ્વારા 173 જગ્યાઓ પ્રતિ નિયુક્તિથી ભરવામાં આવશે.
નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યાની ભરતી પહેલાં મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ મહેસૂલ વિભાગના પરામર્શ વગર કોઈપણ કચેરી કે વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની જગ્યાઓ ભરી શકાશે નહીં.
મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર રાજ્યમાં કલેક્ટર કચેરીઓ અને અન્ય વિભાગોમાં કુલ 5,502 નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી તમામ કલેક્ટર કચેરીઓમાં 5,186 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત 173 જગ્યાઓ પ્રતિ નિયુક્તિ દ્વારા ભરવામાં આવશે. જ્યારે 27 જગ્યાઓ કલેક્ટર કચેરીઓ દ્વારા સીધી ભરવાની રહેશે. વધુમાં 116 નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યાઓ ડેપ્યુટેશન રિઝર્વ તરીકે રાખવામાં આવશે.
આ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અસાધારણ સંજોગો અથવા તાકીદની સ્થિતિમાં નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યા તાત્કાલિક ભરવી પડે તો પણ મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો પડશે.
કોઈપણ વિભાગ કે કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યા ભરવામાં આવે કે રદ કરવામાં આવે ત્યારે તેની માહિતી મહેસૂલ વિભાગને આપવી ફરજિયાત છે. આ પરિપત્ર દ્વારા મહેસૂલ વિભાગે તમામ કલેક્ટરોને તેમના જિલ્લામાં મંજૂર થયેલી નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યાઓની જાણકારી આપી છે.
આ નિર્ણય તેવા સમયે લેવાયો છે જ્યારે મહેસૂલ વિભાગમાં સ્ટાફની અછત વર્તાઈ રહી છે. જેના કારણે નાગરિકોના કામોમાં વિલંબ થઈ રહ્યો છે. 5,502 નાયબ મામલતદારોની નિમણૂક થવાથી વિભાગ પરનો કાર્યબોજ ઘટશે અને વહીવટી તંત્ર વધુ સરળ બનશે. તેના પરિણામે નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?