કડોદરા મિલમાં યુવાન મજૂરનો હાથ કપાયો
કડોદરાની પ્રભાકર પ્રોસેસર મિલમાં બેદરકારીના કારણે યુવાન મજૂરે ખભાથી હાથ ગુમાવ્યો

કડોદરા મિલ

કડોદરા મિલ
કડોદરાની તાંતીથૈયા વિસ્તારમાં આવેલી પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ. મિલમાં એક ગમખ્વાર ઔદ્યોગિક અકસ્માત થયો છે, જેમાં મેનેજમેન્ટની કથિત ગંભીર બેદરકારીના કારણે એક યુવાન મજૂરનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈ જવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત બાદ વિસ્તારમાં મજૂરોમાં ભય સાથે આક્રોશનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, 25 વર્ષના રણજિત અજય મહતો મિલના સેન્ટર મિલન મશીન પર કામ કરી રહ્યા હતા. ફરજ દરમિયાન અચાનક તેમનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો અને શક્તિશાળી મશીનના ખેંચાણથી આખો હાથ ખભાથી અલગ થઈ ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે કામદારને તરત જ હોસ્પિટલ ખસેડવો પડ્યો.
ઘાયલ મજૂરને કડોદરાની લીલાબા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાંથી તેની હાલત ગંભીર હોવાના કારણે સુરતની એપલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો. આ દુર્ઘટનાએ મિલમાં અપૂરતી સલામતી વ્યવસ્થા અને મશીનરીના જાળવણીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સ્થાનિક મજૂરો અને સમાજના લોકોનો આક્ષેપ છે કે ઉદ્યોગ એકમોમાં સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન થતું નથી. મશીનરીની નિયમિત તપાસ અને કર્મચારીઓની સલામતી અંગે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવા અકસ્માતો થયાના દાવાઓ સામે આવ્યા છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે સ્થિતિમાં સુધારો થયો નથી
આ ઘટનાને પગલે શ્રમ વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. મજૂરોનું કહેવું છે કે માત્ર કાગળી કાર્યવાહી પૂરતી ન રાખી, જવાબદાર મિલમાલિકો અને અધિકારીઓ સામે કડક કાયદેસર પગલાં લેવાં જોઈએ ઉપરાંત, ભોગ બનનારા યુવકને તાત્કાલિક અને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?